Homeગામનાં ચોરેબે મહિનાની બાળકી ગાયબ થયાની પોલીસને સૂચના મળી, મૃતદેહ માઇક્રોવેવ ઓવેનમાંથી નીકળ્યો

બે મહિનાની બાળકી ગાયબ થયાની પોલીસને સૂચના મળી, મૃતદેહ માઇક્રોવેવ ઓવેનમાંથી નીકળ્યો

Team Chabuk-National Desk: દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. જ્યાં એક માતાએ પોતાની બે મહિનાની પુત્રી અનન્યા કૌશિકનું ગળું દબાવી તેને માઈક્રોવેવ ઓવનમાં છુપાવી દીધી હતી. પરિવારજનોએ બાળકીના ગાયબ થયાની માહિતી પોલીસને આપી હતી. તપાસ કરતા બાળકીનો મૃતદહે ઓવનમાંથી મળ્યો હતો.

પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રખાવ્યો હતો અને હત્યારી જનેતા ડિમ્પલ કૌશિકની ધરપકડ કરી હતી. આ જઘન્ય અને ક્રૂર ઘટના અંગે દક્ષિણ જિલ્લાના ડીસીપી બેનીટા મેરી જેકરે જણાવ્યું હતું કે માલવીય નગર થાના પોલીસે અજ્ઞાત લોકોની વિરુદ્ધ હત્યાની કમ્પલેઈન ફાઈલ કરી હતી. બાળકીના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી માતા બીજું સંતાન પુત્રી હોવાથી નારાજ હતી.

દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુલશન કૌશિક પરિવારની સાથે મકાન નંબર 656, ભૈરવ ચોક ચિરાગ દિલ્હી ગામમાં રહે છે. પરિવારમાં પત્ની ડિમ્પલ કૌશિક સિવાય ચાર વર્ષનો પુત્ર અને બે મહિનાની પુત્રી અનન્યા કૌશિક હતી. સાથે ગુલશનની માતા અને ભાઈ પણ ત્યાં રહે છે. એ ઘરમાં જ કરિયાણાની દુકાન ચલાવે છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ડિમ્પલે બાળકીનું ગળું દબાવી દીધું અને બીજા માળમાં રહેલા ખરાબ ઓવનની અંદર બાળકીને રાખી દીધી. એ પછી તે નીચે પહેલા માળે આવી ગઈ. એ ઓરડો બંધ કરી પોતાના ચાર વર્ષના પુત્રને મારવા લાગી. એ સમયે પતિ, સાસુ અને દેવર કરિયાણાની દુકાનમાં બેઠા હતા. એ અવાજ સાંભળી ઉપર ગયા તો ડિમ્પલ ચાર વર્ષના પુત્રને માર મારી રહી હતી. રૂમ અંદરથી બંધ હતો. પરિવારજનોએ દરવાજો તોડ્યો અને પુત્રને બચાવ્યો. ડિમ્પલ બાદમાં બેભાન થઈ ગઈ. તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલે લઈ ગયા તો જાણકારી મળી કે તેણે બેભાન થવાનું નાટક કર્યું હતું.

પરિવારજનોને બાળકીની ચિંતા થઈ. બાળકીને તમામ જગ્યાએ શોધવામાં આવી પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં. બાદમાં બાળકી બીજા માળના માઈક્રોવેવ ઓવનમાં બેભાન અવસ્થામાં મળી આવી. બાળકીની દાદીએ બાળકીને ઓવનમાંથી બહાર કાઢી. હોસ્પિટલે ખસેડી પણ ડોક્ટેરે ત્યાં તેને મૃત ઘોષિત કરી દીધી હતી. સોમવારની સાંજે પાંચ વાગ્યે હોસ્પિટલથી પોલીસને સૂચના મળી હતી કે પોલીસ બાળકીના માતા-પિતાની ધરપકડ કરી તેની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં માતાએ જ પુત્રીની હત્યા કરી છે કે કોઈ બીજું છે એ જાણવા અને કસૂરવાર આરોપીને જેલના સળિયાની પાછળ નાખવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments