Team Chabuk-Gujarat Desk: છોટાઉદેપુરના કવાંટ તાલુકાના એક ગામની એક સગીરાને રૂપિયા મેળવવા માટે લાલચમાં આવી ગયેલા ગામની જ એક સગીર યુવતિને લલચાવી ફોસલાવી ઘરેથી ચાલતા ચાલતા સાથે લઇને નીકળ્યા હતા. આગળ જતાં બાઈક ઉપર બેસાડીને ત્રણે જણા નસવાડી તાલુકાના ગામોમાંથી પસાર થઈને આંધળી ગામે પહોંચતા અન્ય બે બાઈક લઈને દિલીપ નામનો શખ્સ સહિત ત્રણ જણા આવી ગયા હતા.ત્યાંથી ત્રણે બાઈક લઈને તણખલાથી આગળ એક ગામ પાસે પહોંચતા બે ઇકો ગાડી લઈને આવેલા અજાણ્યા ઈસમો સાથે ત્રણે બાઈક મૂકીને ઇકો ગાડીમાં બેસી ગયા હતા. ત્યાંથી તેઓ તમામ લોકો નર્મદા જીલ્લાના ઘંટોલી ખાતે નદી કિનારે આવેલા એક ઘરમાં ગયા હતા.

એક તાંત્રિકે આવીને સગીરાને મંત્ર શીખવાડ્યો હતો. બીજા દિવસે રાત્રે તાંત્રિક ફરીથી આવ્યો હતો, અને સગીરાને મકાનના એક ઓરડામાં લઈ જઈ કંકુ વડે એક કુંડાળું બનાવ્યું અને તેમાં નિર્વસ્ત્ર કરવાનું કહેતા સગીરા નિર્વસ્ત્ર થઇ હતી ત્યારબાદ તેને કપાળે ચાંદલો કર્યો. પગમાં નાળિયેર બાંધીને ઉભી રાખી હતી. અને મંત્રજાપ શરૂ કરાવ્યા હતા, આ મંત્રજાપ આખી રાત કરવાના હતા, પરંતુ સગીરા પંદરેક મિનિટ પછી મંત્ર ભૂલી જતાં તાંત્રિક વિધિમાં ખલેલ પડી હતી. અને વિધિ ફેઇલ થઈ હતી. જેને લઇને તાંત્રિકે સગીરાને લાવનાર સંગીતા,વિકેશ અને દિલીપને બોલાવીને આ સગીરાને પાછી લઈ જવા અને પંદર દિવસ પછી ફરીથી લાવવાનું કહીને ઘરે મોકલી આપી હતી.
કવાંટ તાલુકાના આ ગામની સગીરાને આ વિધિમાં સામેલ થનાર તમામ લોકોને વિધિ પૂરી થયા બાદ સગીરા જે જગ્યા બતાવશે ત્યાં ખાડો ખોદશે ત્યાંથી રૂપિયા નીકળશે અને દરેક જણાને એક એક કરોડ મળશે તેમ માનીને આ સગીરાનું અપહરણ કર્યું અને તેના ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કવાંટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
