Homeગુર્જર નગરીરાજકોટમાં એક્ટિવાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા પિતાનું ઘટનાસ્થળે મોત, પુત્રીને ઈજા

રાજકોટમાં એક્ટિવાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા પિતાનું ઘટનાસ્થળે મોત, પુત્રીને ઈજા

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં ખોડિયાર હોટેલ નજીક સર્વિસ રોડ પર ટેમ્‍પોવાહનની ઠોકરે એક્‍ટીવા ચડી જતાં ચાલક કાંગશીયાળીની સીમમાં રહેતાં વૃધ્‍ધ અને પાછળ બેઠેલા તેમના દિકરીને ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આ વૃધ્‍ધે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પિતા-પુત્રી રાજકોટ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

કાંગશીયાળીની સીમમાં આસ્‍થા ગ્રીનસીટી સોસાયટી બલોક નં.137માં દિકરી, જમાઇ સાથે રહેતાં દિપકભાઇ લીલાધરભાઇ દવે (ઉ.વ.64) ગઇકાલે એક્‍ટીવા જીજે 03 એફપી 9456માં દિકરીને બેસાડી રાજકોટ પેમેન્‍ટના કામ માટે આવ્‍યા હતાં. રાજકોટથી બંને પરત કાંગશીયાળી ઘરે જતા હતાં ત્‍યારે ગોંડલ રોડ ખોડિયાર હોટેલથી આગળ કલ્‍પન સોસાયટી તરફ જવાના રસ્‍તે ટોયોટાના શો રૂમ સામે સર્વિસ રોડ પર પહોંચતા ટાટા 407 વાહન નં. જીજે 03 બીવાય 3993ના ચાલકે એક્‍ટીવાને ચક્કર મારી હતી.

doctor plus

આ ટક્કરથી એક્‍ટીવાના ચાલક દિપકભાઇ અને પાછળ બેઠેલા દિકરી રિધ્‍ધીબેન ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્‍ત દિપકભાઇ દવેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments