Homeગામનાં ચોરેInternational yoga Day 2023: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, PM અમેરીકામાં કરશે યોગા

International yoga Day 2023: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, PM અમેરીકામાં કરશે યોગા

Team Chabuk-International Desk: 21મી જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga Day) ઉજવવામાં આવે છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. વસુધૈવ કુટુંબકમની થીમ પર નવી દિલ્હીથી ન્યુયોર્ક સુધી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી સાંજે 5.30 વાગ્યે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ કરશે.

વડાપ્રધાન મોદીએ અમેરિકાના ન્યુયોર્કથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિડીયો સંદેશ જારી કરીને રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ એક વિચાર હતો, જેને આજે આખી દુનિયાએ અપનાવ્યો છે. આજે યોગ એ વૈશ્વિક ભાવના બની ગઈ છે. યોગ હંમેશા જોડવાનું કામ કરે છે.

ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતના આહ્વાન પર 180 થી વધુ દેશોનું એકઠા થઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. 2014માં જ્યારે યોગ દિવસનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આવ્યો ત્યારે રેકોર્ડ દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી, યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા વૈશ્વિક ચળવળ બની ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments