Homeગુર્જર નગરીરાજકોટ: રાતના બે વાગ્યે માર મારી નણંદે ભાભીના નેણ અને વાળ કાપી...

રાજકોટ: રાતના બે વાગ્યે માર મારી નણંદે ભાભીના નેણ અને વાળ કાપી લીધાનો આક્ષેપ

Team Chabuk-Gujarat Desk: નણંદ અને ભાભીની તકરાર દરેક ઘરમાં ચાલતી રહેતી હોય છે પણ કોઈ દિવસ સાંભળ્યું છે કે આ ડખ્ખો ત્યાં સુધી પહોંચી જાય કે વાળ અને નેણ કાપવા સુધી વાત વણસી પડે. રાજકોટના ચુનારવાડા શેરી નંબર છમાં રાતના બે વાગ્યે ભાભી અને નણંદ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ભાભીનું નામ પાયલબહેન અને નણંદનું નામ કલીબહેન. ભાભી પાયલબહેનને પોતાના પતિ સાથે આડાસબંધ હોવાની શંકાએ આક્ષેપ કરી નણંદ કલીબહેને ઝઘડો કર્યો હતો. માર મારવામાં આવતા પાયલ બહેનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે વાળ અને નેણ કાપી નાખવામાં આવ્યા છે.

મોડી રાત્રે પાયલબહેનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની ગંભીરતાને જોતા સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે આવી પહોંચી હતી અને નિવેદન નોંધ્યું હતું.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાયલબહેને એવું કહ્યું હતું કે, ‘હું ચુનારાવાડ શેરી નંબર છમાં રહું છું. ગત રાત્રે ઘરે હતી ત્યારે બે વાગ્યા આસપાસ પતિ હરેશ, રમીબહેન અને ઉષાબહેને ઝઘડો કરી લોખંડના પાઇપ અને વાયર વડે માર માર્યો હતો અને નેણ તેમજ માથાના વાળ કાપી નાખ્યા હતા. હોસ્પિટલે ઉપસ્થિત પાયલબહેનના નણંદે આક્ષેપ કર્યો હતો કે, પાયલને તેના પતિ એટલે કે, નણંદોયા સાથે આડા સંબંધ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments