Homeવિશેષસાડા ત્રણસો વર્ષ બાદ જ્યારે માનવામાં આવ્યું કે ગેલીલિયો સાચો હતો અને...

સાડા ત્રણસો વર્ષ બાદ જ્યારે માનવામાં આવ્યું કે ગેલીલિયો સાચો હતો અને ધર્મની માન્યતા ખોટી હતી

Team Chabuk-Science Desk: ઈતિહાસમાં આજનો દિવસ, ભૌતિકશાસ્ત્રીઓ, એન્જિનિયરો, ખગોળવિદો અને ગણિતજ્ઞો માટે કાળો દિવસ હોય એ કહેવામાં કંઈ ખોટું નથી. આજના જ દિવસે મહાન ગણિતશાસ્ત્રી ગેલીલિયોની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુકદ્દમો ચાલ્યો હતો અને અંતે નજરકેદની સજા સંભળાવવામાં આવી હતી. નજરકેદમાં જ ગેલીલિયો જેવા જીનિયસનું મૃત્યુ થયું હતું.

પોલેન્ડના ગણિતશાસ્ત્રી નિકોલસ કોપરનિક્સે સૌ પ્રથમ એવું કહ્યું હતું કે પૃથ્વી સૂર્યના ચક્કર લગાવે છે, જોકે નિકોલસ કોપરનિક્સે આ વાતને માત્ર શબ્દબદ્ધ કરી હતી, કોઈ જગ્યાએ લખીને ઉતારો નહોતો કર્યો. પ્રકાશિત નહોતું કર્યું. કોપરનિક્સ એ મોટી આફતમાંથી બચી ગયો હતો. જોકે કોપરનિક્સનો અનુગામી આ આફતમાંથી બચવાનો નહોતો. કોપરનિક્સના નિધનનાં 21 વર્ષ બાદ 15 ફેબ્રુઆરી 1564ની સાલમાં ઈટાલીના પિસામાં ગેલીલિયો ગેલિલીનો જન્મ થયો.

ગેલીલિયોએ ડાયલોગ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં ગેલીલિયોએ એવો દાવો કર્યો હતો કે પૃથ્વી સૂર્યનું ચક્કર લગાવે છે. આ વાત ચર્ચને પસંદ નહોતી આવી. ગેલીલિયો પહેલા એવું નિવેદન હતું કે પૃથ્વી સ્થિર છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને તારા તેની આસપાસ ઘુમ્યા રાખે છે. આ વાતને ધાર્મિક લોકોની માન્યતા પ્રાપ્ત હતી અને તેઓ માનતા હતા કે આ જ સત્ય છે.

પોતાના પ્રયોગના આધાર પર ગેલીલિયોએ જૂની માન્યતાનું ખંડન કરવાનું નક્કી કર્યું. જ્યારે ગેલીલિયોએ પોતાનો સિદ્ધાંત સાર્વજનિક કર્યો તો ચર્ચ લાલઘુમ થઈ ગયું. ગેલીલિયો પર કેસ ઠોકી દેવામાં આવ્યો. તેણે લખેલી વાતને માટે તેને રોમ બોલાવવામાં આવ્યો હતો. આજે 13 ફેબ્રુઆરી 1634નાં રોજ ગેલીલિયોની ધરપકડ કરી તેને ચર્ચની સામે રજૂ કરવામાં આવ્યો હતો. ગેલીલિયો એ વખતે પણ પોતાની વાત પર અડગ રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે પૃથ્વી સૂર્યનું ચક્કર લગાવે છે.

ચર્ચે ગેલીલિયોને માફી માગવાનું કહેતા કહ્યું કે, ‘તું સ્વીકાર કર કે ધાર્મિક માન્યતાઓની વિરૂદ્ધ આપવામાં આવેલા સિદ્ધાંત તેના જીવનની સૌથી મોટી ભૂલ છે. જેના માટે તું શરમિંદગી અનુભવે છે.’ બાદમાં ચર્ચની સામે ગેલીલિયોએ પોતે જ લખાણ લખ્યું હતું અને માફી માગી લીધી હતી. આમ કરવા છતાં તેમની સજા ઘટાડી દઈ તેમને કારાવાસમાં નાખી દેવામાં આવ્યા હતા. તેના પુસ્તકો છાપવા પર રોક લગાવી દેવામાં આવી. 8 જાન્યુઆરી 1642ના રોજ નજરકેદ દરમિયાન તેનું મૃત્યુ થયું. આજે પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે એ વાત સાચી સિદ્ધ થઈ છે. એ વખતે ગેલીલિયોની મદદ કરનારું કોઈ નહોતું. વર્ષ 1992માં વેટિકન સિટી સ્થિત ઈસાઈ ધર્મની સર્વોચ્ચ સંસ્થાએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગેલીલિયો સાચો હતો. સાડા ત્રણસો વર્ષ બાદ ચર્ચે પોતાની ભૂલ સ્વીકારી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments