Team Chabuk-Gujarat Desk: નાના બાળકોમાં બેક્ટેરીયાથી થતાં ફેફસાના ચેપી રોગોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા એ ગંભીર પ્રકારનો ચેપ છે. રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉઘરસ આવવી, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તિવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય તો તેને ખાવા પીવામાં પણ તકલીફ રહે છે. તેને આંચકી આવી શકે છે. બેભાન થઇ શકે છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઇ શકે છે.

આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે. જેમ કે ખાંસી અને છિંક આવવી. નાની ઉમરના બાળકોમાં આ રોગને રસીકરણ દ્વારા ફેલાતો અટકાવી શકાય છે. આથી આ રોગથી થતાં મૃત્યુના પ્રમાણને ઘટાડવા આગામી તા. ૨૦ ઓકટોબરથી રાજકોટ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત જે બાળકો રસીકરણ માટે ૬ અઠવાડીયા અથવા પોલીયો-૧ અને પેન્ટાવેલેન્ટ-૧ ના પહેલા ડોઝ માટે રસીકરણ માટે આવે ત્યારે ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીન પી.સી.વી.નો પહેલો ડોઝ આપવમાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ ૧૪ અઠવાડીયા પછી અને ૯ મહિના બાદ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.

ખાનગી દવાખાનાઓમાં પણ આ રસી ઉપલબ્ધ છે. જ્યારે તમામ સરકારી દવખાનાઓમાં આ રસી વિનામુલ્યે આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ લોકોમાં આ અંગે જાગૃતિ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચુંટાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અન્વયે રસીકરણ કેન્દ્રો પર પ્રથમ બાળકને પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરાયેલ છે. આ અંગે વધુ વિગતો માટે સ્થાનીક આરોગ્ય કર્મચારી અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને દરેક વાલીઓ પોતાના બાળકને આ રસી અવશ્ય મુકાવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં આપીલ કરાઇ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત