Homeગુર્જર નગરીઅમદાવાદ: પુત્રી પુસ્તક લેવા માટે નહીં પણ કોઈને મળવા માટે જાય છે...

અમદાવાદ: પુત્રી પુસ્તક લેવા માટે નહીં પણ કોઈને મળવા માટે જાય છે એવી શંકા રાખી માતા પિતાએ કર્યું એવું કે….

Team Chabuk-Gujarat Desk: શંકા એ ઘણા ઘરને બરબાદ કરી નાખે છે. અમદાવાદના એક પરિવારની સાથે પણ આવું જ થયું. જ્યાં માતા પિતાની શંકા તેમની વ્હાલસોય પુત્રીનો જીવ લેવા સુધી પહોંચી ગઈ. આ સમગ્ર ઘટના સ્વમાનના પાયા પર ઉભી છે. પુત્રી પુસ્તક લેવા ગઈ હતી, પણ માતા પિતાએ તેને પૂછ્યું હતું કે ક્યાં ગઈ હતી. માતા-પિતાને લાગતું હતું કે તેમની પુત્રી કોઈને મળવા માટે ગઈ હતી અને પુસ્તક એ માત્ર બહાનું છે. બસ, આ વાતનું માઠું લાગી આવતા પુત્રીએ મોતની ચાદર ઓઢવાનું મનોમન નક્કી કરી લીધું હતું. માતા પિતાએ અભયમની ટીમને ફોન કર્યો હતો અને ટીમના પ્રયાસથી આ સમગ્ર કોયડો ઉકેલાયો હતો.

advertisement-1

અમદાવાદ શહેરના એક ચોક્કસ વિસ્તારમાંથી અભયમની ટીમને ફોન આવે છે કે તેમની 16 વર્ષની પુત્રી ગળેફાંસો ખાવાની ધમકી આપે છે. અભયમની ટીમ આ ફરિયાદને ધ્યાને લઈ ઘરે પહોંચી હતી. પરિવારના કોઈ પણ સભ્યને જાણ કર્યાં વિના તેમની પુત્રી કલાકો સુધી ઘરની બહાર રહેતી હોય આ વાતની શંકાના આધારે માતા પિતાએ પૂછપરછ કરી હતી, પણ તેમનો નહોતી ખબર કે પૂછપરછનું આવું ઉલટું પરિણામ આવશે.

advertisement-1

અભયમની ટીમે કિશોરી સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, ‘હું પુસ્તક લેવા માટે ગઈ હતી. મોડું થતાં માતા પૂછપરછ કરી ઝઘડો કરે છે અને પિતા પણ તેમને જ સાથ આપે છે. આથી મારે તેમની સાથે નથી રહેવું.’ કિશોરીની વાત સાંભળ્યા બાદ અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવાની માહિતી આપી આ સમગ્ર ઘટનાનો શાંતિપ્રિય રીતે ઉકેલ લાવ્યો હતો.   

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments