Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને સહાયની ચૂકવણી કરવા બાબતે રાજ્ય સરકારની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ગુરુવારે મોડી રાત્રે રાજ્ય સરકારે આદેશ જાહેર કરીને કોરોનાથી મૃત્યુ પામેલાના વારસદારને અરજી કર્યાના માત્ર 10 દિવસની અંદર જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRFમાંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે.
સહાય માટે જાહેર કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે. સરકારે આ આદેશની સાથે એક ફોર્મ પણ જાહેર કર્યું છે. આ ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા સૂચના અપાઈ છે.
આ સાથે જ ગાંધીનાગરના 61 કોરોના સહાય લાભાર્થીઓની યાદી પણ જાહેર કરાઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.
અમદાવાદમાં સિટી સિવિક સેન્ટર પર કોરોના સહાય ફોર્મ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ ના હોય તેવા લોકો માટે અલગથી ફોર્મ વિતરણ કરવામા આવે છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે સહાય ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 60 સિવિક સેન્ટરો પરથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પરંતુ 60 સિવિક સેન્ટરો પર કુલ 15 હજાર ફોર્મ મૂકવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનએ 3,357 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનો દાવો કર્યો છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મોટી સંખ્યામાં લોકો અરજીઓ જમા કરાવી રહ્યા છે. જેથી આ આંકડો વધવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
