Team Chabuk-Gujarat Desk: રાજકોટના થોરાળા વિસ્તારમાં રામનગર શેરી નં.5 માં રહેતા જસુબેન વિનોદભાઈ મકવાણા સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતાં હતા. રાત્રે તેઓ 8 વાગ્યે નોકરી પર હાજર થયા હતા અને નાઈટ ડ્યુટી કરી હતી. સવારે 5 વાગ્યે તેઓ ઈમરજન્સી વોર્ડમાં જ હતા. ત્યારે અચાનક ગભરામણ થતી હતી અને છાતીમાં દુ:ખાવો થતો હોય તેવી ફરિયાદ કરતા બેભાન થઈ ગયા હતા.
તાત્કાલિક તમામ પ્રકારની સારવાર અપાઈ હતી. જોકે કોઈ સારવાર કારગત નીવડે તે પહેલા મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસની ટીમે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
હાર્ટ એટેક આવવાના કારણો
સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં લોકોમાં સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
ખરાબ ડાયેટઃ આજકાલ લોકો હેલ્ધી ડાયટ નથી લેતા. ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.
જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
