Homeગુર્જર નગરીહિંમતનગરમાં યુવકનું નાની ઉંમરે હાર્ટ એટેકથી મોત, મકાનના દસ્તાવેજ બાદ કચેરીમાં જ...

હિંમતનગરમાં યુવકનું નાની ઉંમરે હાર્ટ એટેકથી મોત, મકાનના દસ્તાવેજ બાદ કચેરીમાં જ ઢળી પડ્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં નાની ઉંમરમાં યુવકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. નાના બાળકોને પણ સ્કૂલમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે.વધુ એક યુવકનું નાની ઉંમરે જ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પરીક્ષિત પટેલ નામના યુવકનું સરકારી કચેરીમાં જ હાર્ટ એટેકથી મોત આવતા ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ જીવ બચાવી શકાયો નહીં.

દસ્તાવેજ કરાવ્યા બાદ અચાનક કચેરીમાં જ યુવક ઢળી પડ્યો

અહેવાલ અનુસાર, પ્રાંતિજના પોગલું ગામે રહેતા 35 વર્ષના પરીક્ષિત પટેલે હાલ હિંમતનગરમાં નવું મકાન લીધું હતું. યુવક તાલુકા પંચાયતમાં નોકરી કરતો હતો. નવું મકાન લીધું હોવાથી પરીક્ષિત પટેલ દસ્તાવેજ કરાવવા સોમવારે હિંમતનગરના બહુમાળી ભવનમાં રજીસ્ટાર કચેરીએ પહોંચ્યો હતો. અહીં સાંજે દસ્તાવેજ કરાવ્યા બાદ અચાનક કચેરીમાં જ યુવક ઢળી પડ્યો હતો. જેને લઈને 108ને કોલ કરવામાં આવ્યો હતો.

himatnagar heart attack

ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો

એમ્બ્યુલન્સને આવતા સમય લાગતા યુવકને તાત્કાલિક રીક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે તબીબોએ ચેકઅપ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે મંગળવારે યુવકના વતનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હાર્ટ એટેક આવવાના કારણો

સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં લોકોમાં સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.

ખરાબ ડાયેટઃ આજકાલ લોકો હેલ્ધી ડાયટ નથી લેતા. ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.

જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments