Team Chabuk-Gujarat Desk: આસો મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં વરસાદ હજુ સુધી વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના અનેક તાલુકાઓમાં ગઈકાલે અને આજે વરસાદ વરસ્યો છે. નવરાત્રિમાં વરસાદ વરસદા ખેલૈયાઓ પણ અકળાયા છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના મોટા ભાગના ડેમ ઓવરફલો થયા છે. તથા ઉપરવાસનાં ગામોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. આથી જિલ્લાના આજી-૧, વેરી, ડોન્ડી,વેણુ-૨, કબીર સરોવર, મોજ, આજી-૨, ભાદર, કર્ણુકી, ફોફળ-૧, છાપરવાડી-૨, ન્યારી-૧, લાલપરી, ન્યારી-૨, મોતીસર, ભાદર-૨, ખોડાપીપર, સુરવો, સોડવદર, ગોંડલી, વાછપુરી, ઈશ્વરીયા અને આજી-૩ ડેમોના દરવાજા ગમે ત્યારે ખોલાવાની શક્યતા હોવાથી, ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસના ગામોમાં રહેતા નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા અધિક્ષક ઇજનેર, જિલ્લા ફ્લડ વર્તુળ સેલ, રાજકોટ દ્વારા સુચના આપવામાં આવી છે.
જસદણ તાલુકાના આ ગામોને અપાઈ સુચના
અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામ પાસેનો કર્ણુકી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. બપોરે ૪.૨૦ વાગ્યે ૨૬૧ ક્યુસેકના પ્રવાહની આવક ચાલુ છે અને ૨૬૧ કયુસેક છોડવામાં આવ્યું છે. ડેમનો ૧ દરવાજો ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે, આથી જસદણ તાલુકાના જીવાપર, જુના પીપળીયા અને પ્રતાપપુર ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત