Homeગુર્જર નગરીલવસ્ટોરીનો કરૂણ અંજામ: સચિન હિનાને શોરૂમમાં મળ્યો, પ્રેમ થયો, એજ પ્રેમનું ગળું...

લવસ્ટોરીનો કરૂણ અંજામ: સચિન હિનાને શોરૂમમાં મળ્યો, પ્રેમ થયો, એજ પ્રેમનું ગળું દબાવી દીધુ !

Team Chabuk-Gujarat Desk:  સચિન દીક્ષિત. આ વ્યક્તિએ એક સાથે ત્રણ પરિવારને બરબાદ કરી નાખ્યા છે. પ્રેમના નામે તે એક સાથે બે-બે વ્યક્તિ સાથે છેતરપિંડી કરતો રહ્યો. ગાંધીનગરમાં રહેતી પત્નીને એવું હતું કે તેનો પતિ વડોદરામાં નોકરી કરે છે અને મજબૂરીના કારણે એકલો રહે છે પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. નોકરીના બહાને તેણે પોતાની પત્નીથી દૂર અને પ્રેમિકાની સાથે રહેવાનું કારણ શોધી કાઢ્યું હતું. પરંતુ આવું તો કેટલા વર્ષ ચાલે ? એક દિવસતો સચિનના પાપનો ઘડો છલકાવાનો જ હતો. જો કે, સચિનના કારણે પ્રેમિકા હિનાને જીવ ગુમાવવો પડ્યો, એક માસૂમને પોતાની માતાની છત્રછાયા ગુમાવવી પડી. સચિને એવું કામ કર્યું છે કે, બાળકને તેનો પિતા કહેતાં જીભ નહીં ઉપડે. બીજી તરફ ગાંધીનગરમાં રહેતી પત્નીની લાગણી સાથે પણ રમત રમનાર સચિન નજરમાંથી ઉતરી ગયો છે.

હિનાને શો રૂમમાં મળ્યો હતો સચિન

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો પ્રણયત્રિકોણમાં સર્જાયો છે. પરણિત હોવા છતાં તેની આંખ હિના સાથે મળી ગઈ હતી. દાવો છે કે, સચિન હિનાને અમદાવાદમાં મળ્યો હતો. હિના ઉર્ફે મહેંદી અમદાવાદમાં બાથરૂમ મટિરિયલના શો રૂમમાં કામ કરતી હતી. આ દરમિયાન હિના અને સચિન એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંને વચ્ચે 2018થી પ્રેમ સંબંધ બંધાયો. બાદમાં બંનેની અવાર નવાર અમદાવાદમાં મુલાકાત થતી. બંનેના સંબંધ આગળ વધ્યા અને વડોદરા નોકરીએ લાગતા સચિન અને મહેંદી ભાડે રહેવા લાગ્યા હતાં. એટલે કે છેલ્લા 3 વર્ષથી બંને લીવ ઈનમાં રહી રહ્યા હતા.

advertisement-1

સચિનના પિતાને થઈ હતી જાણ

2019માં સચિનના પિતાને જાણ થતાં તેમણે સચિનને ઠપકો પણ આપ્યો હતો. આ દરમિયાન હિના અને સચિન વચ્ચે તિરાડ પડી હતી. જોકે બાદમાં બંને ફરી સંપર્કમાં આવ્યા, ફરી પ્રેમ પાંગર્યો અને શારીરિક સંબંધ પણ બંધાયા. વર્ષ 2020ના અંતમાં તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો જેને નામ આપ્યું શિવાંશ. ઉલ્લેખનીય છે કે, હિના ઉર્ફે મહેંદીની માતાનું અવસાન થયા બાદ તેના પિતાએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ ઘટના બાદથી હિના અમદાવાદમાં તેના માસીને ત્યાં રહેવા આવી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments