Homeગુર્જર નગરીરાજકોટ: ડોડીયાળા ગામના વિદ્યાર્થીની બેવડી સિદ્ધિ, CA અને CMAની પરીક્ષા કરી પાસ

રાજકોટ: ડોડીયાળા ગામના વિદ્યાર્થીની બેવડી સિદ્ધિ, CA અને CMAની પરીક્ષા કરી પાસ

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લાના ડોડીયાળા ગામના વતની કેતન સાકરીયાએ CAની પરીક્ષા પાસ કરી છે. રાજકોટમાં BBAનો અભ્યાસ પૂર્ણ કરી CA ની તૈયારી માટે મુંબઈ સ્થાયી થયા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA)ની સાથે કોસ્ટ એકાઉન્ટન્ટ ( ઇન્ડિયાની કોમેર્સ ફિલ્ડની સૌથી ડિફિકલ્ટ પરીક્ષા) ની તૈયારી કરીને આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટની પણ ડિગ્રી હાંસલ કરી સમગ્ર ડોડીયાળા ગામનું ગૌરવ વધાર્યું છે.

બાળપણથી ભણવામાં હોશિયાર કેતન સાકરીયાએ મુંબઈ આવ્યાં બાદ યુનાઇટેડ કિંગડમની CIPFA તથા CISIની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. કેતન સાકરીયાએ મુંબઇમાં અભ્યાસની સાથે-સાથે ટેક્સ કન્સલ્ટન, જીએસટી કન્સલ્ટન તથા અન્ય ટેકસ સંલગ્ન સેવાની પણ પ્રેક્ટિસ કરી સારી મહારત હાસલ કરી છે. અભ્યાસ સાથે ટેકસ કન્સલ્ટનની પ્રેક્ટિસ કરતા કરતા રોજની ૧૦ કલાકની મહેનત કરી આ સફળતા મેળવી છે.

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાથી દૂર રહીને રોજ અભ્યાસ, વાંચનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એકદમ ટફ ગણાતી CAની પરીક્ષા પાસ કરી છે. ધો.૧૦-૧૨ પછી જ CA બનવાનું ધ્યેય નક્કી કરીને કેતન સાકરીયાએ એ દિશામાં તૈયારી કરવા અથાગ મહેનત શરૂ કરી હતી. જે મહેનત આખરે રંગ લાવી છે. હાલમાં જાહેર થયેલા CAના પરિણામમાં પાસ થતા ડોડીયાળા ગામ તથા રાજકોટ જિલ્લાનું નામ રોશન કરતા પરિવારજનો અને ગ્રામજનોએ એ શુભકામનાઓ પાઠવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments