Homeગુર્જર નગરીમહેસાણા: ભેંસ દોહવા ગયેલા યુવક પર વીજળી પડતાં મોત, મા-બહેન બન્યા નોંધારા

મહેસાણા: ભેંસ દોહવા ગયેલા યુવક પર વીજળી પડતાં મોત, મા-બહેન બન્યા નોંધારા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે. વરસાદની સાથે સાથે રાજ્યમાં વીજળી પડવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના ગઢા ગામમાં વીજળી પડતાં 25 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. એકના એક દીકરાનું મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કડાકા-ભડાકા સાથે મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાના ગઢા ગામમાં વહેલી સવારે ભેંસોનું દૂધ દોવા માટે ગયેલા કનીશ ચૌધરી નામના યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવારમાં એકના એક દીકરાનું મોત થતા મા અને બહેન હવે નોંધારા બન્યા છે. કનીશના પિતાનું પણ નાની ઉંમરે અવસાન થયું હતું, એવામાં હવે દીકરાનું પણ 25 વર્ષની વયે અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મહેસાણા તાલુકા સહિત જિલ્લાભરમાં મધરાત્રે કડકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે પડેલા વરસાદને કારણે મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સવારે પણ મહેસાણા શહેરમાં મેઘમહેર યથાવત રહી હતી. બે કલાકમાં મહેસાણા શહેરમાં બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. 

lightning strike

ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં ચાર ઈંચ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. 

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments