Homeગુર્જર નગરીરાજકોટ: ડોમિનોઝ પિઝાનો મેનેજર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી એક વર્ષ સુધી...

રાજકોટ: ડોમિનોઝ પિઝાનો મેનેજર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી એક વર્ષ સુધી યુવતીને પીંખતો રહ્યો

Team Chabuk-Gujarat Desk: ઠેક ઠેકાણે નોકરી પર રાખ્યાં પછી શોષણ કરી ઘરની ધોરાજી ચલાવતા કહેવાતા કેટલાક મુખિયાઓનો રાફડો ફાટ્યો છે. કેટલીક વખત શોષણની ખબરો પોલીસ મથકે નોંધાઈ છે, તો બહુમતીમાં એવું થાય છે કે જે તે વ્યક્તિ શોષણનો ભોગ બનતી રહે છે, પણ જવાબદારીના કારણે પોતાનું મોઢું નથી ખોલતી. એમાંય કામ કરવાના સ્થળે યુવતી હોય તો તેને વધારે સતર્ક રહેવું પડે છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર, રિલાયન્સ મોલમાં આવેલ ડોમિનોઝ પિઝાનો પરપ્રાંતિય ઢગો મેનેજર ઉમેશ શર્મા, યુવતીને લગ્નની લાલચ આપી, હવસ સંતોષી રફુચક્કર થઈ ગયો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે માંગરોળની રહેવાસી આ યુવતી ઉપર પરિવાર અને પૈસા કમાવવાની આમ બેઉં તરફી જવાબદારી હતી. આજથી દોઢ વર્ષ પહેલા તે રાજકોટમાં આવી હતી. અહીં ડોમિનોઝ પીઝામાં તેને નોકરી મળી ગઈ હતી. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ રાવલનગરમાં રહેતી અને પૈસા કમાઈ ગુજરાન ચલાવતી હતી. યુવતી જ્યાં નોકરી કરતી ત્યાંનો મેનેજર પરપ્રાંતિય ઉમેશ શર્મા હતો. જે મૂળ ઉત્તર પ્રદેશનો છે.

આ ઉમેશની નજર યુવતી ઉપર બગડી હતી અને કામ હોય કે ન હોય તે યુવતીને પોતાની પાસે વારંવાર બોલાવી અડપલાં કરતો હતો. શૈતાને યુવતીને એક વખત રિલાયન્સ મોલના કોલ્ડરૂમમાં બોલાવી હતી અને ત્યાં તેનાં શરીર સાથે રમત રમી હતી. યુવતીએ વિરોધ નોંધવતા ઉમેશે યુવતીને નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. જેથી યુવતી મૂંઝાઈ ગઈ હતી.

ઉમેશે પહેલા તો યુવતીને પોતાનો નેક ઈરાદો આપી કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરીશ અને બાદમાં તેણે એક વર્ષ સુધી યુવતીના દેહને પીંખ્યો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટની માલવિયાનગર પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે અને આરોપી પર દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments