Team Chabuk-Gujarat Desk: છેલ્લા ઘણા સમયથી ડિગ્રી સર્ટિફિકેટને લઈને વિવાદમાં રહેલી જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (bhakt kavi narsinh Mehta university)ના પદવીદાન સમારોહની (convocation) તારીખ આખરે નક્કી થઈ ગઈ છે. આગામી તારીખ 21 જુલાઈના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. જેથી ડિગ્રી સર્ટિફિકેટ વિના ભટકી રહેલા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
21 જુલાઈના રોજ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને કથાકાર રમેશભાઈ ઓઝા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા જિલ્લાના કુલ 3062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહમાં 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. હાલ કોરોનાના કારણે પદવીદાન સમારોહનું આયોજન કોવિડ ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં જ યોજવામાં આવશે. અન્ય સંચાલકો, અધ્યાપકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહમાં ઓનલાઈન જોડાઈ શકશે.
મહત્વનું છે કે વર્ષ 2015માં શરૂ થયેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષથી ડિગ્રી એનાયત કરવામાં આવેલી ન હોવાનો જૂનાગઢ યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીઓએ અને યુથ કોંગ્રેસ દ્વારા આ અંગે યુનિવર્સિટીના સત્તાધિશોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નહતું. યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાતાં કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ દ્વારા તો ડિગ્રી સર્ટિફિકેટ મુદ્દે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
અંતે હવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહની તારીખ જાહેર થતાં યુથ કોંગ્રેસ અને વિદ્યાર્થીઓએ નિર્ણયને આવકાર્યો છે. ધ ચાબુક સાથેની વાતચીતમાં જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ યુગ પુરોહિતે જણાવ્યું હતું કે, એનએસયુઆઈની રજૂઆત થકી વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો છે. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા ત્યારે હાલ આ ડિગ્રી સર્ટિફિકેટ મળવાથી વિદ્યાર્થીઓને રાહત થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત