Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દારૂ અને હથિયારો લઇ રિલ અને વીડિયો બનાવવા સામાન્ય વાત થઇ ગઇ હોય તેમ અવાર નવરા યુવા પેઢી વિવાદાસ્પદ વીડિયો બનાવે છે. આ વિવાદાસ્પદ વીડિયો બાદ રાજકોટ પોલીસ કાયદાકીય કાર્યવાહી પણ કરે છે પરંતુ આવા વીડિયો બનાવવાનું અટકી રહ્યું નથી. પહેલા યુવાનો દારૂની બોટલો અને હથિયારો સાથે વીડિયો બનાવતા હતા ત્યારે હવે આ મામલે યુવતીઓ પણ પાછળ રહી નથી. આવો જ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે જેમા એક યુવતી પોતાના હાથમાં દારૂની બોટલ અને હથિયાર લઇ નજરે જોઇ શકાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હથિયાર અને વિદેશી દારૂના વીડિયોનો ક્રેઝ વધ્યો છે ત્યારે વધુ એક રાજકોટની યુવતીનો હથિયાર અને વિદેશી દારૂ સાથે વીડિયો વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુવતીના હાથમાં હથિયાર અને દારૃ સાથેના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. નાના મૌવાની એક રેસીડેન્સીમાં રહેતી યુવતીના ઘણા વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા છે.
સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ વધારવા માટે તથા ફેમસ થવા માટે થઈને આજની યુવા પેઢી પોતે રિવોલ્વર અને દારૂની બોટલો સાથેના વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે અને જે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે છે છતા યુવાનો આ પ્રકારના વીડિયો બનાવી પોતાના ભવિષ્ય સાથે ચેડા કરતા રહે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત