Homeગુર્જર નગરીહવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે

Team Chabuk-Gujarat Desk: હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આગામી 24 કલાકમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. જો કે 27 ફેબ્રુઆરીએ ફરી 1થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી થઈ રહી છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી નજીકના સમયમાં વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments