Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠામાં વધુ એક વખત ડીસામાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં બે લોકોના મોત થયા છે. ડીસામાં પાટણ હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. હનુમાનજી મંદિર પાસે અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનારા અજાણ્યા શખ્સ સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસામાં બીજો એક અકસ્માત બનાસ પુલ પાસે થયો હતો. મગફળી ભરેલા ટ્રેક્ટર પાછળ લોડિંગ ગાડી ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લોડિંગ ગાડીના ચાલકનું મોત થયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે લોડિંગ ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં દામા ગામના શ્રવણ રાવળનું મોત થયું હતું. ડીસા તાલુકા પોલીસને અકસ્માત અંગે જાણ થતા જ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો