Homeગામનાં ચોરેતમે એન્ડ્રોઈડ વાપરો છો ? સરકારે આપી ચેવવણી, થઈ શકે છે બેંક...

તમે એન્ડ્રોઈડ વાપરો છો ? સરકારે આપી ચેવવણી, થઈ શકે છે બેંક એકાઉન્ડ ખાલી, જલદી કરો આ કામ

Team Chabuk-Gujarat Desk: ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ જૂના એન્ડ્રોઈડ ઉપકરણધારકોને ચેતવણી આપી છે. ખાસ કરીને Android 13 અને જૂના વર્ઝન વાપરતા નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપી છે. સરકારી ટીમનું કહેવું છે કે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે જે યુઝર્સ માટે મુશ્કેલીનું કારણ બની શકે. આમા, યુઝર્સનું એકાઉન્ટ પણ સાફ થઈ શકે છે.

દાવો છે કે, હેકર્સ આનો ફાયદો ઉઠાવીને યુઝર્સની માહિતીની સાથે પૈસા પણ ચોરી શકે છે. સરકારે ચેતવણી આપી છે કે આ નબળાઈઓનો લાભ લઈને, હેકર્સ તેમના કોડને ઉપકરણ પર ઇન્સ્ટોલ કરવા, ઉપકરણની ઍક્સેસ મેળવવા, વપરાશકર્તાઓની તમામ માહિતી ચોરી કરવા જેવી વસ્તુઓ સરળતાથી કરી શકશે. CERT અનુસાર આ યાદીમાં Android 11, Android 12, Android 12L અને Android 13 પર ચાલતા Android ઉપકરણો છે. આ ખામીઓ માત્ર એક ઘટક સુધી મર્યાદિત નથી પરંતુ ઉપકરણના વિવિધ ભાગોમાં હાજર છે. આમાં ફ્રેમવર્ક, સિસ્ટમ, ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ્સ જેવા મહત્વપૂર્ણ ઘટકોનો સમાવેશ થાય છે.

ગૂગલે અપડેટ આપ્યું
આ તરફ ગૂગલે એન્ડ્રોઇડ ઓએસ અપડેટ બહાર પાડ્યું છે જે આ બધી સમસ્યાઓને દૂર કરશે. જો તમે હજુ સુધી તમારો ફોન અપડેટ કર્યો નથી, તો સૌથી પહેલા તમારા ફોનને અપડેટ કરી લો.

આ ઉપરાંત સરકારે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે ગૂગલ ક્રોમમાં પણ ઘણી ખામીઓ છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું છે કે દુનિયાભરના કરોડો ગૂગલ ક્રોમ યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. તેમાં ઘણી ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને સિસ્ટમને ખરાબ રીતે અસર કરી શકે છે.

CERT-In એ આ બાબતને ખૂબ જ ઉચ્ચ જોખમમાં મુકી છે. આ ખામીઓ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સને જોખમમાંથી દૂર કરી શકાય. CERT-In એ આ અંગે ગૂગલને જાણ કરી છે.

Android

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420