Team Chabuk-Gujarat Desk: કોઈ દેશને કોઈ જાનવરની જરૂર હોય તો તેની લેવડ-દેવડ થતી હોય છે. અહીંથી જાનવર મોકલવામાં આવે અને ત્યાંથી જાનવરો લઈ આવવામાં આવે. સ્વાભાવિક છે પોતાના જાનવરોનું આપણે બહુમૂલ્ય આંકતા હોઈએ છીએ, પણ કેટલીક વખત આંકડાઓ બતાવે છે કે આપણા જાનવર કરતા એ જાનવરની વધારે કિંમત છે.

આ પ્રક્રિયાને સંગ્રહાલયની ભાષામાં એનિમલ એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂની મદદથી બિહારથી ઈલેક્શન નામની માદા ગેંડાને લાવવામાં આવી છે. આ ગેંડો જૂનાગઢના ઝૂમાં નહીં પણ કેવડિયાના ઝૂમાં જોવા મળશે. જેની સામે જૂનાગઢ સક્કરબાગના 6 સિંહોને બે પ્રાણી સંગ્રહાલય માટે મોકલી દેવામાં આવ્યા છે. જેમાં બે નર સિંહ અને ચાર માદા સિંહનો સમાવેશ થાય છે.
આ ગેંડો કેવડિયાની શોભામાં અભિવૃદ્ધિ કરવાનો છે. કોઈ પણ ઝૂ શરૂ થાય ત્યારે તેનો મોટાભાગનો આધાર જૂનાગઢ પર જ રહેલો છે. પણ જો મૂલ્ય આંકવામાં આવે તો જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખોટનો ધંધો કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહ માત્ર ગુજરાતના જૂનાગઢમાં છે. એવામાં સિંહની કિંમત વધારે હોવી જોઈએ પણ તેના બદલામાં વારંવાર વધારે સિંહની નિકાસ થાય છે. ભૂતકાળમાં બેંગ્લોરથી જંગલી કૂતરા મંગાવવામાં આવેલ અને તેના બદલામાં પણ ગિરનો કેસરી આપી દીધો હતો.

ગુજરાતમાં કોઈ નવા ઝૂની સ્થાપના થાય છે ત્યારે કેટલાક વર્ષો સુધી તેને જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય પર જ નિર્ભર રહેવું પડે છે. તેની પાસે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લેવડ-દેવડ કરવા કશું હોતું નથી. કેવડિયામાં મોટાભાગના જાનવરો આવ્યા તેમાં જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયે ખૂબ મદદ કરી છે. હવે જોવાનું છે કે ભવિષ્યમાં કેવડિયામાં પ્રાણીઓની સંખ્યા વધે છે તો એ જૂનાગઢને આપે છે કે નહીં. ઉદાહરણ તરીકે ગેંડો જ લઈ લો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત