Team Chabuk-Gujarat Desk: ઈશ્વર દરેકને કોઈ ને કોઈ વિશિષ્ઠ શક્તિ સાથે જ ધરતી પર મોકલતા હોઈ છે. જરૂર છે તે શક્તિને ઓળખી તેને યોગ્ય દિશા આપવાની. આવા જ એક ઉદાહરણીય વ્યક્તિ છે કિરીટભાઈ ઉપાધ્યાય. જેને ઈશ્વરે મધુર ધ્વનિની બક્ષીશ આપેલી છે.
કિરીટભાઈએ રેલવેમાં એનાઉન્સરની ભૂમિકા થકી તેમના અવાજથી લાખો યાત્રિકોને પ્રભાવિત કર્યા છે. “યાત્રિ કૃપા ધ્યાન દે…” એ વાક્ય સાંભળતા જ રેલ્વેમાં મુસાફરી માટે જતા પ્લેટફોર્મ પર ઉપસ્થિત યાત્રિકોના કાન સરવા થઈ જાય. ને ચોક્કસ આપણા માટે કોઈ સૂચના છે તેમ ખ્યાલ આવે. અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં મીઠા મધુર અવાજમાં તમે ટ્રેનની વિગત સાંભળો ત્યારે જ ધરપત થાય. આ બેસ્ટ એનાઉન્સર બીજા કોઇ નહી કીરીટભાઇ ઉપાધ્યાય જ હોય.
બેસ્ટ એનાઉન્સર તરીકેના અનેક એવોર્ડ રેલવેમાં કીરીટભાઇને મળ્યા છે. સાથોસાથ સેફ્ટી વીક અવેરનેસ માટેના કાર્યક્રમો, નુક્કડ પ્લે ઉપરાંત વેસ્ટર્ન રેલ્વે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમો, ડ્રામા અને મ્યુઝીકમાં પણ એવોર્ડ મેળવ્યા છે.
રેલ્વેમાં ૩ર વર્ષની યશસ્વી ફરજ બજાવી નિવૃત્ત થયેલા કીરીટભાઈ ઉપાધ્યાય તેમની આંખની તકલીફ છતાં રેલ્વેની નોકરીમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી અલગ અલગ કેટેગરીના કુલ ૧૬ થી વધુ રેલ્વે એવોર્ડ અને પુરસ્કાર મેળવ્યા છે.
કિરીટભાઈ મૂળ તો ગીત – સંગીત અને સાંસ્કૃતિક કલાનો જીવ. નિવૃત્તિ બાદ કંઇક નવું જ કરવાની ઇચ્છાએ તેમણે સંગીતનો રીયાઝ શરૂ કર્યો. પરિવારમાં બંને દિકરીઓ પણ શાસ્ત્રીય ગીત સંગીતમાં પારંગત એટલે ઘરનો માહોલ જ સંગીતમય, એમાંય દિવ્ય જીવન સંધ સાથે છેલ્લા પંદર વર્ષથી જોડાયેલા, એટલે આધ્યાત્મિકતાનો રંગ ભળ્યો.
તેમને કંઈક અનોખું કરવાની ઈચ્છા જાગી, અને શરૂ થઇ હનુમાન ચાલીસાના ૩૯ જેટલા અલગ અલગ સ્વરાંકનમાં શાસ્ત્રીય સંગીતના પ્રચલિત એવા ૩૩ રાગમાં ગાવાની સતત પ્રેક્ટીસ કરી. સામાન્ય રીતે કોઇ એક કૃતિ, ભજન, કે ગઝલને મુળ કમ્પોઝીશનમાંથી બીજા કમ્પોઝીશનમાં ગાવાનું થાય તો પણ ખૂબ જ મુશ્કેલી થતી હોય જયારે શ્રી હનુમાન ચાલીસાના ૩૯ જેટલા સ્વરાંકન તેઓ ખુબ જ સરળતાથી ગાઇ શકે છે. જીવનના બીજા પડાવમાં શ્રી કિરીટભાઇ ઉપાધ્યાય તેમના શાસ્ત્રીય જ્ઞાનના શોખને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં આધ્યાત્મિક સંગીત પીરસી રહયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત