Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં પાડોશી યુવાન સાથે તરુણીને પ્રેમ સંબંધ બંધાતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે. તરુણીના પિતાએ આ અંગે પાડોશી યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, મારી દીકરી સાથે પાડોશમાં રહેતા યુવાને અવાર નવાર દુષ્કર્મ આચર્યું છે. રાજકોટ શહેરમાં એક પાડોશી યુવક સાથે તરુણીને પ્રેમ સંબંધ બંધાયો હતો. બદનામીના ડરથી પિતાએ ઘર પણ બદલાવી નાખ્યું હતું. તેમ છતાં લગ્નની લાલચ આપીને યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે તરુણીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે.
મળતી માહિતી પ્રમાણે તરુણીને લગ્નની લાલચ આપીને આરોપી યુવક કિશન ચણિયારાએ અવાર નવાર પોતાની હવસની ભુખ સંતોષી હતી. ભક્તિનગર પોલીસે આ મામલે આરોપી કિશનને ઝડપીને તેના વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે.
સમગ્ર ઘટના અંગે પીડિત તરુણીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરીને પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી સમાજમાં બદનામી ના થાય તે માટે મેં મારું ઘર પણ બદલી નાખ્યું હતું અને બીજે રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ જ્યારે ગઈકાલે સવારે પરિવાજનો જાગ્યા ત્યારે મારી દીકરી પથારીમાં જોવા મળી ન હતી. જેથી આજુબાજુમાં સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ દીકરીને કોઈ જાણકારી મળી ન હતી. તેથી અગાઉ અમે દૂધસાગર રોડ પર રહેતાં હતા ત્યાં પાડોશી પુત્ર કિશન સાથે મારી દીકરીને પ્રેમ સંબંધ હોય અમે કિશનના ઘરે પણ તપાસ કરી હતી. ત્યાં પણ મારી દીકરી ન મળતાં અમે ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરી હતી.
પિતાએ આરોપ લગાવ્યો હતો કે કિશન જ તેમની પુત્રીને ભગાડી ગયો છે. થોડીવાર બાદ પુત્રી પરત આવી જતાં તેની પુછપરછ કરવામાં આવી હતી અને પુત્રીએ જણાવ્યું હતું કે, તે ગઈકાલે રાત્રે આરોપી કિશનના ઘરે જ હતી. તરુણીના પિતાએ પોલીસને કહ્યું હતું કે, એક મહિના પહેલાં જ્યારે તેઓ દૂધસાગર રોડ પર રહેતા હતા ત્યારે આરોપી કિશને લગ્નની લાલચ આપીને અવાર નવાર મારી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કિશન 20 વર્ષનો છે અને હાલ કારખાનામાં કામ કરી આર્થિક ગુજરાન ચલાવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત