Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં રસ્તે ચાલતી મહિલાઓના પર્સ આંચકી લઈ ફરાર થઈ જતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રણે ચોરોની લૂંટની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, પહેલા બાઈક ચોરી કરતા હતા અને પછી મહિલાઓના પર્ગ-બેગ લઈ ફરાર થઈ જતા હતા. ચોરી કરેલી બાઈક રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં છોડી દેતા હતા. અંતે ચોરીની વસ્તુથી ચોરી કરનારાઓ પોલીસના હાથમાં આવી ગયા છે.
પોલીસે જે લોકોની અપહરણ કરી છે જેમાં ત્રણ લોકોનો સમાવેશ થાય છે. આ ત્રણે ચોરોએ 10 જેટલી બાઈક ઉઠાવી લીધી હતી અને અઢળક મહિલાઓના બેગ અને પર્સ આંચકી રફુચક્કર થઈ ગયા હતા. અંતે ઝોન-1 ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.એલ.ખટાણા અને હેડ કોન્સ્ટેબલ મુકેશગિરીને મળેલી બાતમીના આધાર પર ત્રણ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.
- અનિલ ઉર્ફે અન્ના રાઈડર અમરત રાઠોડ (ઉં.27)
- આર્યન ઉર્ફે અમન હાર્દિક ગુડ્ડુસિંગ ચૌહાણ (ઉં.27, મણિનગર)
- કલ્પેશ ઉર્ફે કાલુ ઘેનમલ (ઉં.20, વટવા)
આ ત્રણે ચોરોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓએ અમદાવાદ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાંથી છેલ્લા ત્રણ મહિનામાં દસ બાઈકની ઉઠાંતરી કરી હતી. ચોરી કરેલી આ બાઈકની મદદ વડે તેઓ રાહદારી મહિલાઓના બેગ-પર્સ આંચકી ભાગી જતા હતા. જોકે ચોરો લૂંટની એકથી બે ઘટનાને અંજામ આપ્યા બાદ બાઈકને રાજસ્થાનના કોઈ અંતરિયાળ ગામમાં એકલી અટૂલી છોડી ભાગી જતા હતા. પોલીસે બાઈકની સાથે આ ઈસમોની ધરપકડ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત