Team Chabuk-Gujarat Desk: રંગીલા રાજકોટ શહેરમાં હાલ એક યુવતીનો નિર્વસ્ત્ર થઈ એક ચોક્કસ હોટલમાં ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો છે. સમગ્ર શહેરમાં આ વીડિયોની જ ચર્ચા થઈ રહી છે. બારી ખુલ્લી છે. યુવતી નગ્ન થઈ ડાન્સ કરી રહી છે અને કોઈએ વીડિયો ઉતારી લીધો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ સક્રિય થઈ હતી.

જેટલા મોઢા એટલી વાત, એમ દરેક લોકોની જીભે અલગ અલગ વાતનું રટણ ચાલી રહ્યું છે. એવી ચર્ચાઓ છે કે આ કોઈ મોડલ છે. કોઈ કહે છે કે આ પ્રસિદ્ધ ધારાવાહિકની અભિનેત્રી છે. જોકે હજુ સુધી સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી કે રૂમ કોણે બુક કરાવ્યો અને યુવતી કોણ છે.

બીજી બાજુ હોટલના મેનેજરે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, ‘હોટલમાં પોલીસ તપાસ ચાલી રહી છે. વીડિયોને એડિટ કરી કોઈએ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. હોટલમાં આવતા જતા ગ્રાહકો અંદર શું કરે છે તેની અમને શું ખબર? આ કાંઈ થોડું મંદિર છે તે લોકો પૂજા કરવા આવે.’

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ એવી ચર્ચાઓ છે કે આ મોડલને મુંબઈથી બોલાવવામાં આવી હતી. જોકે હવે રેકોર્ડ જોઈ, તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વીડિયો આજકાલનો નહીં પણ એક અઠવાડિયા પહેલાનો છે. યુવતીનો નિર્વસ્ત્ર વીડિયો સામેની બિલ્ડીંગમાંથી ઉતારવામાં આવ્યો છે. હોટલની બારીનો પડદો બંધ નહોતો અને યુવતી નગ્ન નાચ કરી રહી હતી એ દરમ્યાન કોઈએ કેમેરાથી કરામત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત