Team Chabuk-Gujarat Desk: ભોળી છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી પોતાની હવસ સંતોષતો વધુ એક નબીરો સમાચારમાં ચમક્યો છે. આ નબીરાએ મીઠા મધ જેવી વાત કરી યુવતીને પટાવી લીધી અને બાદમાં તેણે જે જે કર્યું તે જાણશો તો ફિટકાર વરસાવશો.
રાજકોટમાં 17 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હવસ સંતોષતો નબીરો હવે પોલીસને હવાલે થયો છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની નજીક આવેલા મંછાનગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા અજય ભુપત દુધરેજીયાએ મીઠી મીઠી વાતો કરી 17 વર્ષની તરુણીને પોતાના પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. તરુણી તેના પ્રેમના ગાળિયામાં ફસાઈ ગયા બાદ અવાર નવાર ઘરે આવી તરુણીને બદનામ કરવાની ધમકી ઉચ્ચારી હવસનો શિકાર બનાવતો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી પોક્સો સહિતની કલમ લગાડી કાર્યવાહી કરી છે.
આ અંગે કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ઢગા પ્રેમીનો ભાંડો ફૂટ્યો હતો. કિશોરીની માતાને કુલ છ સંતાનો હોય સતર વર્ષની દીકરી આ ઢગાની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી. એ પછી તે ઘરે આવી ઝઘડો કરતો હતો અને શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો. જો શરીર સંબંધ ન બાંધે તો સમાજમાં બદનામ કરી દેવાનું કહેતો હતો. જાનથી મારી નાખવાનું કહેતો હતો. જેથી કિશોરી દબાઈ જતી હતી અને ઢગો હવસ સંતોષવામાં કામિયાબ થઈ જતો હતો.
આ વાતની ખબર જ્યારે તરુણીની માતાને પડી તો તેણે પોલીસ ફરિયાદ નોંધવી. જે પરથી રહસ્ય છતું થયું કે આશિક બની તરુણીને હવસનો શિકાર બનાવતા આ નબીરાએ ત્રણથી ચાર વખત કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો છે. કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોક્સો તથા દુષ્કર્મની કલમ લગાડી શોખીન આરોપીની અટકાયત કરી છે.
(તસવીર પ્રતીકાત્મક છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત