Homeદે ઘુમા કેમેરેજ પહેલાં બુમરાહ-સંજનાનો વીડિયો વાયરલ

મેરેજ પહેલાં બુમરાહ-સંજનાનો વીડિયો વાયરલ

Team Chabuk-Sports desk:ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ખેલાડી પ્રભૂતામાં પગલાં પાડવા જઈ રહ્યો છે. ભારતીય ટીમનો સ્ટ્રાઈકર બોલર જસપ્રીત બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અહેવાલોનું માનીએ તો બંને 14-15 માર્ચે લગ્ન કરી રહ્યા છે. જો કે, હજુ બંનેએ પોતાના લગ્નની સત્તાવાર તારીખ જાહેર કરી નથી. જો સૂત્રોનું માનીએ તો બંને ગોવામાં ધામધૂથી લગ્ન કરશે.

બુમરાહ હાલ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોય તેવા સંકેત પહેલાંથી જ મળી ચુક્યા છે. કારણ કે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી મહત્વની ટેસ્ટ મેચમાંથી પણ તે બહાર રહ્યો હતો. અંગત કારણોસર તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ હતું. હવે બુમરાહ સીધો IPLમાં જોવા મળશે. કારણે કે તેને ઈંગ્લેન્ડ સમેની ટી-20 શ્રેણીમાં તેમજ વન-ડે મેચમાં પણ આરામ આપવામાં આવ્યો છે.

સંજના અને બુમરાહનું નામ લાંબા સમયથી ચર્ચામાં છે. બંને સારા મિત્રો હોવાની સાથે-સાથે રિલેશનમાં પણ હોવાની ચર્ચા હતી. તેમના ઘણા ફેન્સ તો પહેલાંથી જ કહી ચુક્યા છે કે, બમરાહ સંજના સાથે લગ્ન કરશે.

કોણ છે સંજના ગણેશન ?

સંજના ગણેશન એક સ્પોર્ટ્સ પ્રેઝન્ટરની સાથે સાથે જાણીતી મોડલ પણ છે. જો કે, ફેન્સ તેને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે જ ઓળખે છે. 2020માં તેણે દર્શકોને IPL મેચની સાથે સાથે UAEની સફર પણ કરાવી હતી. આ ઉપરાંત સંજનાએ 2019ના ઘણા શો પણ હોસ્ટ કર્યા છે. તો સંજના ગણેશન બેડમિંટન સુપરલીગ પણ હોસ્ટ કરી ચુકી છે. સંજના આઈપીએલ દરમિયાનન કે.કે.આર ડાયરીઝ નામનો શો પણ હોસ્ટ કરી ચુકી છે. 2016માં તે કે.કે.આર સાથે જોડાઈ હતી અને નાઈટ ક્લબ નામનો શો હોસ્ટ કર્યો હતો.

સંજનાએ પુણેમાંથી એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી લીધી છે. ડિગ્રી લીધા બાદ તેણે મોડેલિંગની દુનિયામાં ઝંપલાવ્યું હતું. સંજના 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઈટલ જીતી ચુકી છે. આ ઉપરાંત 2014માં તે મીસ ઈન્ડિયામાં ફાઈનલ સુધી પહોંચી ચુકી છે. MTVના રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ સંજના ગણેશન જોવા મળી હતી.

લગ્નની ચર્ચાઓ વચ્ચે બંનેનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજના બુમરાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયોને શેર કરીને બંનેને અગાઉથી જ લગ્નના વધામણાં આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પહેલાં બુમરાહનું નામ તેલુગુ ફિલ્મ અભિનેત્રી અનુપમા પરમેશ્વરન સાથે પણ જોડવામાં આવ્યું હતું. અનુપમા તાજેતરમાં જ ગુજરાત આવી હતી. જેના કારણે અફવાઓએ વધુ જોર પકડ્યું હતું. જો કે, થોડા દિવસ  પછી અનુપમાની માતાએ ખુલાસો કર્યો હતો કે અનુપમા ફિલ્મના શૂટિંગ માટે ગુજરાતમાં પહોંચી છે. તેનું બુમરાહના લગ્ન સાથે કોઈ કનેક્શન નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments