Homeગુર્જર નગરીરાજકોટમાંથી ઝડપાયું 70 હજારથી 1.25 લાખ રૂપિયામાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી...

રાજકોટમાંથી ઝડપાયું 70 હજારથી 1.25 લાખ રૂપિયામાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ

whatsapp group join link

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેર પોલીસે નકલી ડિગ્રી સર્ટિફિકેટ (fake degree) તેમજ નકલી માર્કશીટ (fake marksheet) વહેંચવાનું કૌભાંડ (scam) ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ખુલાસો થયો છે કે રૂપિયા 70 હજારથી લઈને 1.25 લાખ રૂપિયા લઈને નકલી ડિગ્રી અને નકલી માર્કશીટ બનાવી આપતા હતા. વિદેશ અભ્યાસે જવા માટે શોર્ટકટ રસ્તો અપનાવતા વિદ્યાર્થીઓના તકનો લાભ લઈને આ શખ્સો આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. ત્યારે રાજકોટ પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ચાર ચાર યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું છે.

રાજકોટ પોલીસે એક નહીં પરંતુ બે જેટલી ગેંગ ઝડપી પાડી છે. ત્યારે હાલ 8 આરોપીઓ પૈકી ધર્મિષ્ઠા નામની મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી આગ્રા, વિલિયમ કેરી યુનિવર્સિટી તેમજ ઉત્તરપ્રદેશ અને અલ્હાબાદની યુનિવર્સિટીની નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીઓએ પોલીસને પુછપરછમાં જણાવ્યું છે કે, વિદેશ જવા માટે પીઆર મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ તેમનો સંપર્ક સાધતા હતા. વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને ગ્રેજ્યુટ કરતા પોસ્ટ ગ્રેજ્યુટના માર્કસ વધુ કાઉન્ટ થતા હોવાથી તેઓ આ પ્રકારે નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ મેળવવાનો આગ્રહ રાખતા હતા.
રાજકોટમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવવી આપવા બાબતે બે જેટલી ગેંગ સક્રિય છે. જે પૈકી ધર્મિષ્ઠા નામની મહિલા નકલી ડિગ્રી તેમજ નકલી માર્કશીટ પોતાના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી મેળવતી હતી. જે દિલ્હીનો વતની હોવાનું ધર્મિષ્ઠાએ જણાવ્યું છે. તેમજ પોતે છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકારના ગેરકાયદે ધંધામાં સંડોવાયેલી હોવાનું પણ જણાવ્યું છે. મહિલા આરોપી વિરુદ્ધ અગાઉ નાંદેડ પોલીસ સ્ટેશનમાં નકલી ડિગ્રી બનાવી આપવા બાબતનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.
જ્યારે કે અન્ય એક ગેંગમાં પારસભાઈ વાણિયા નામની વ્યક્તિ 70 હજારથી 1 લાખ રૂપિયા સુધીની રકમ લઈ નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી આપતો હતો. જે નકલી ડિગ્રી અને માર્કશીટ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા દર્શન કોટક નામના વ્યક્તિને આપતો હતો. દર્શન કોટક પોતે લોકોને વિદેશ મોકલી આપવાના કામ સાથે સંકળાયેલો હોવાથી તેને આરામથી ગ્રાહકો મળી રહેતા હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા નકલી માર્કશીટ તેમજ ડિગ્રી કૌભાંડ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સોમવારના રોજ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. તેમજ અત્યાર સુધીમાં તેમણે કેટલા વ્યક્તિઓને આ પ્રકારે નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી આપી વિદેશ મોકલી આપ્યા છે. તે બાબતની તપાસ પણ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments