Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર આજે રવિવારે સવારે એસટી બસ અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા ઉપડેલી બસ અને એસટી બસનો લખતરના છારદ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ એસટી બસને ઓવરટેક કરવા જતાં એસટી બસ સાથે અથડાઈ હતી અને ખાનગી બસ રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે.
આજે સવારે સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર-અમદાવાદ બસ લખતર નજીક છારદ ગામ પાસે ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઉપરાંત અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર હેઠળ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
Road Accident Between Surendranagar-Ahmedabad#accident pic.twitter.com/ekcH3wcKzp
— thechabuk (@thechabuk) December 12, 2021
છારદ ગામ પાસે ખાનગી બસ ઓવરટેક કરવા જતા સામેથી આવતી સુરેન્દ્રનગર-અમદાવાદ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગરના લખતર-વિઠ્ઠલગઢ હાઇવે નજીક એસ.ટી બસ અને ખાનગી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતના 15 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મેડિકલ હોસ્પિટલમાં લવાયા હતા. ઈજાગ્રસ્તોને છ 108 એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગર ખાતે લવાયા હતા.
આ ઘટનામાં એસ.ટી.બસના ડ્રાઇવર અને કંડક્ટરને પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 6 મહિલાઓ 2 બાળકો અને 7 પુરુષોને ઇજા પહોંચી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
