Homeગુર્જર નગરીNavratri 2022 : રાજકોટ પોલીસ કમિશનરનો નવરાત્રિ અંગે પરિપત્ર, આટલા વાગ્યા સુધી...

Navratri 2022 : રાજકોટ પોલીસ કમિશનરનો નવરાત્રિ અંગે પરિપત્ર, આટલા વાગ્યા સુધી જ રમી શકશો ગરબા, જાણો

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં નવરાત્રિની ઉજવણી અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. જે પરિપત્ર વાંચીને ખેલૈયાઓ નારાજ થઈ જશે. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ખેલૈયાઓ હવે રાજકોટ શહેરમાં રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકશે.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આજે નવરાત્રિ સંચાલકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રિ દરમિયાન ગરબા માત્ર રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ છે. આ સુચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. રાત્રીના 12 વાગ્યા બાદ જો કોઈપણ પાર્ટી પ્લોટમાં લાઉડ સ્પીકર ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રિનું આયોજન કરતા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર રાખવામાં આવતી ખાનગી સિક્યોરિટી અને સીસીટીવી સહિતની વિગતો રવિવાર સુધીમાં પોલીસને આપવાની રહેશે. જો આ વિગતો પોલીસને રવિવાર સુધી નહી આપવામાં આવે તો ગરબા આયોજકને મળેલી પરવાનગી પોલીસ દ્વારા રદ કરવા આવી શકે છે.

રાજકોટમાં નવરાત્રિને લઈને ગરબા આયોજકો સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મિટિંગ કરી હતી. આ મિટીંગમાં ગરબા આયોજકોને પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર ચાલુ નહિ રાખી શકાય. જો 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર ચાલુ હશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવરાત્રિમાં સામાન્ય વરસાદ રહેશે. નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે. આમ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નહિવત છે.

25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ચોમાસુ વિદાય લેવાની કચ્છથી શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તરાઓમાં વરસાદ રહે તેવી શકયતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments