Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના કોડીનાર નજીક અંબુજા ફાટક પાસે આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં રીક્ષામાં સવાર વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે છે મોત થયું છે. જ્યારે અન્ય 10 લોકોને ઇજજા પહોંચી છે.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલી અંબુજા ફાટક પાસે આ અકસ્માત બન્યો છે. જેમાં સવારે 7:30 વાગ્યાની આસપાસ રોડ પરથી પસાર થઈને રહેલી રીક્ષાને પાછળથી ટ્રક ચાલકે લીધી હતી. આ રીક્ષામાં વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. જ્યારે રીક્ષા ચાલક સહિત 10 જેટલા બાળકો ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક સ્કૂલ બસ પાસેથી પસાર થઈ રહેલી રીક્ષાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લીધી હતી અને પાછળથી ટ્રકની ટક્કર વાગતા રીક્ષા રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી અને અંદર બેઠેલા વિદ્યાર્થીઓ બહાર પટકાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
