Homeગુર્જર નગરીરાજકોટઃ હેડ કોન્સ્ટેબલ પોલીસ વાનમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતો હતો અને સ્થાનિકોએ...

રાજકોટઃ હેડ કોન્સ્ટેબલ પોલીસ વાનમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતો હતો અને સ્થાનિકોએ વીડિયો ઉતારી લીધો

Team Chabuk-Gujarat Desk: ફરી એક વખત ખાખી બદનામ થઈ છે. રાજકોટનો એક પોલીસ કર્મી ન કરવાનું કૃત્ય કરતાં પકડાતાં આખા પોલીસ વિભાગને નીચા જોણું થયું છે. રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નામનો પોલીસ કર્મી નશાની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો છે. નશાની હાલતમાં પોલીસ વાનમાં રંગરેલિયા મનાવી રહેલા આ હેડ કોન્સ્ટેબલને સ્થાનિક લોકોએ રંગેહાથ ઝડપી લીધો હતો અને રંગરેલિયા મનાવતો વીડિયો પણ લોકોએ ઉતારી લીધો હતો.

પોલીસ વાનમાં યુવતી સાથે રંગરેલિયા મનાવતા અશ્વિન મકવાણાના સ્થાનિક લોકોએ પકડીને કપડાં ઉતાર્યા હતા અને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ખાખી પહેરીને ન કરવાના કામ કરનાર આ હેડ કોન્સ્ટેબલનું સ્થાનિક લોકોએ ગામમાં ફૂલેકું ફેરવ્યું હતું. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાના આ કરતૂતથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા દારૂના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો માર મારતા હતા અને ફુલેકું ફેરવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. આથી લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.

હેડ કોન્સ્ટેબલ પટ્ટો કાઢી મારવા દોડ્યો

સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે આ હેડ કોન્સ્ટેબલ લાજવાને બદલે ગાજ્યો હતો અને પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

આ શરમજનક કૃત્ય અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થતાં જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments