Team Chabuk-Gujarat Desk: એસટી નિગમના કર્મચારીઓની માંગણીને લઈ ત્રણ યુનિયનોએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને પડતર માગણીઉ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં એસટી નિગમના 40 હજાર કર્મચારીઓએ એક સાથે માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે, સરકાર અને એસટી નિગમ દ્વારા કર્મચારીઓની પડતર માંગણી સ્વીકારશે નહીં તો તેઓ 40 હજાર કર્મચારી સાથે 7 ઓક્ટોબરની મધ્યરાત્રીથી માસ સીએલ પર ઉતરી જશે.
દાવો છે કે, 40 હજારમાંથી 22 હજાર કર્મચારીઓએ રજા રિપોર્ટ સબમિટ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમ કરીને કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. કર્મચારીઓ પહેલા 23 સપ્ટેમ્બરે માસ સીએલ પર જવાના હતા પરંતુ રાજકીય પરિસ્થિતિ અને ભારે વરસાદના કારણે હવે 7 ઓક્ટોબરની મધ્યારાત્રીથી માસ સીએલ પર જવાનું નક્કી કર્યું છે.
એસટી નિગમના ઇનટુક યુનિયનના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, એસટી નિગમના ત્રણેય યુનિયન દ્વારા નક્કી કરાયું છે કે કર્મચારીઓને મળતા લાભ આપવામાં આવે. તેમણે કહ્યું કે, આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. કર્મચારીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા છે. કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો છે તેમજ દરેક જિલ્લા કલેકટરને પણ આવેદન આપવામાં આવ્યું છે છતાં એસટી નિગમના અધિકારીઓ કે સરકાર તરફથી વાતચીત કરવા બોલાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતની જનતાને બાનમાં લેવા માંગતા નથી પરંતુ ના છૂટકે અમારે માસ સીએલ પર જવું પડશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, એસટી નિગમના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને આંદોલન કરવું પડે છે. છેલ્લા 10 વર્ષમાં કર્મચારીઓ 2 વખત માસ સીએલ પર ઉતર્યા છે. એ સમયે પણ માસ સીએલ પર ઉતર્યા બાદ કર્મચારીઓની માંગણી સ્વીકાર આવી હતી. ત્યારે ફરી એસટી નિગમના કર્મચારીઓ માસ સીએલ પર જવા મજબૂર બન્યા છે. તેમણે કહ્યું કે, એસટી બસમાં રોજના લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોઈપણ પરિસ્થિતિમાં એસટી નિગમના ડ્રાઇવર અને કંડકટર સજ્જ હોય છે. તો પછી મળતા લાભમાં કેમ પાછળ રાખવામાં આવે છે. તેવો સવાલ કર્મચારીઓ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે