Homeગુર્જર નગરીરાજકોટઃ પતિ નોકરીએથી ઘરે આવ્યો તો દીકરી મોબાઈલમાં રમતી હતી અને પત્નીનો...

રાજકોટઃ પતિ નોકરીએથી ઘરે આવ્યો તો દીકરી મોબાઈલમાં રમતી હતી અને પત્નીનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો

જયેશ મુછડીયા (શાપર): રાજકોટ નજીક આવેલા શાપર વિસ્તારમાં એક મહિલાએ ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના શાપર વિસ્તારમાં આવેલી શાંતિધામ સોસાયટીની છે. જ્યાં પરણિત મહિલાએ પોતાના ઘરમાં જ પંખામાં સાડી બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.

ઘટનાની વિગતો જોઈએ તો, શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન હરસુખભાઈ પરમાર (ઉં.વ. 28)એ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક મહિલાના પતિ કારખાનામાં કામ કરતો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો ત્યારે તેની નજર સામે જે દ્રશ્ય આવ્યું તે જોઈને તેના પગતળેથી જમીન સરકી ગઈ. પતિ ઘરે આવ્યો ત્યારે તેમની પાંચ વર્ષની દીકરી મોબાઈલમાં રમતી હતી અને પત્ની પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને પતિ હચમચી ગયો હતો. આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા.

rajkot suicide

મૃતક મહિલાના લગ્ન 9 વર્ષ પહેલા હરસુખભાઈ સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલા ધર્મિષ્ઠાબેનનું પિયર માળિયા હાટીના તાલુકાના અવાણિયા ગામે હતું. બનાવના દિવસે પતિ જ્યારે નોકરી પૂરી કરીને ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તેમની દીકરી મોબાઈલમાં રમતી હતી અને બાજુમાં પત્નીનો મૃતદેહ લટકતો હતો. હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. મહિલાએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી.

mayur khavdu

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments