Team Chabuk-National Desk: દિવાળી પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આજની કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. દેશના લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ રીતે, ભારત સરકારે લગભગ 49 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કર્યો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. દિવાળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થયું છે. આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ વખતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગારમાં મોટો વધારો મળશે કારણ કે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2024થી લાગુ ગણવામાં આવશે. જેના કારણે, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના હકદારને જુલાઈથી સપ્ટેમ્બર સુધી વધેલું એરિયર્સ મળશે. જેનાથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત