Team Chabuk-Gujarat Desk: હાલમાં રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પરીક્ષાના ભારણના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાના બનાવો બની રહ્યા છે. રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ધોરણ 10માં અભ્યાસ કરતી અને બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થિનીએ પરીક્ષાના કારણે ડિપ્રેશનમાં આવી જઈને અગ્નિસ્નાન કરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટની કડવી બાઈ વિદ્યાલયમાં પરીક્ષા દેવા માટે તેનો નંબર આવ્યો હતો. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
