Team Chabuk-National Desk: દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. મોંઘવારીના મારથી સામાન્ય પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. ત્યારે દેશભરમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના (commercial lpg cylinder) ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
22 માર્ચના રોજ સબસિડી વિનાના ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આજથી 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2253 રૂપિયાનો મળશે.

કલકત્તામાં હવે આ કોમર્શિયલ સિલિન્ડર 2087 રૂપિયાના બદલે 2351 રૂપિયા અને મુંબઇમાં 1955 ના બદલે 2205 રૂપિયામાં મળશે. ચેન્નઇમાં હવે આ સિલિન્ડર માટે 2138 રૂપિયાના બદલે 2406 રૂપિયા ખર્ચ કરવા પડશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા ઉપરાંત હવાઇ ઇંધણના ભાવમાં વધારો થયો છે. 1 એપ્રિલના રોજ જેટ ફ્યૂલ એટલે કે એટીએફના ભાવ 2 ટકા વધીને 1,12,925 કિલોલીટર થઈ ગયા છે. પહેલાં 1,10, 666 રૂપિયા કિલોલીટર હતા. તો બીજી તરફ નવા દર 15 એપ્રિલ 2022થી લાગૂ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
