Homeતાપણુંગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- અમારી પાર્ટીનો મુકાબલો કરવો...

ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- અમારી પાર્ટીનો મુકાબલો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે

Team Chabuk-political Desk: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજથી ગુજરાત પ્રવાસે છે. આજ રોજ વહેલી સવારે જે.પી.નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જે.પી.નડ્ડાના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાતની મુલાકાતે આવેલા જે.પી.નડ્ડાએ એરપોર્ટ પર સભાને સંબોધન કરીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

નડ્ડાએ કાર્યકરોને સંબોધતાં કહ્યું કે, વહેલી સવારે અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા, તેવું બીજા કોઈ પક્ષમાં સંભવ નથી. કોઈએ અમારી પાર્ટી સાથે મુકાબલો કરવો હોય તો 50-60 વર્ષની તપસ્યા કરવી પડશે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે.  પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ દુનિયામાં પોતાની છાપ બનાવી રહી છે. હવે દુનિયા પણ તેને કબૂલ કરી રહી છે. જ્યા જઉ છું ત્યાં ગૌરવથી માથું ઉંચુ થાય છે. 1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એરપોર્ટનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ જે.પી નડ્ડા શાહીબાગ એનેક્સી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના મંત્રીઓ સાથે બેઠક શરૂ કરી છે.

shreeji dhosa

અમદાવાદ માં જી..એમ.ડી.સી. મેદાનમાં બપોરે આયોજિત કાર્યક્રમમાં આશરે સાતેક હજાર કાર્યકરોને સંબોધન કરશે, જ્યારે પ્રદેશ કાર્યાલય “કમલમ ” ખાતે સાંજે યોજાનાર બેઠકમાં 700 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ અને મંત્રીમંડળના સભ્યો નડ્ડાનું માર્ગદર્શન મેળવશે. બંને કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પણ જવાના છે.

coop vadodara

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments