Team Chabuk-Gujarat Desk: અમદાવાદ મેગાસિટીમાં હવે લગભગ ઘર પાલતું કૂતરાઓથી ભરેલા છે. પોશ વિસ્તારમાં રહેતા આ કૂતરાઓ ભાગ્યે જ કોઈને કનડગત કરતા હોય છે, પણ અમદાવાદના હેબતપુર રોડ ઉપર એક મહિલા અને પુરુષ પોત પોતાના કૂતરા લઈ બહાર લટાર મારવા માટે નીકળ્યા હતા. આ સમયે એકના કૂતરાએ બીજાના કૂતરાને બચકું ભરી લેતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું. થોડીવારમાં તો કૂતરાને લઈ માલિકોની વચ્ચે જીભાજોડી શરૂ થઈ ગઈ હતી અને કૂતરાનું બચકું ભરવું એ પોલીસ સ્ટેશનના દ્વારે પહોંચ્યું હતું.
આ ઘટના છે અમદાવાદના હેબતપુરા વિસ્તારની. અહીં એક પુરુષ જમી લીધા પછી પોતાના કૂતરાને લઈ ચોખ્ખી હવામાં શેર કરવા માટે નીકળ્યો હતો. એ એકલા નહોતા નીકળ્યા બીજા પણ લોકો હતા. સામેથી એક મહિલા આવી રહી હતી. તેની પાસે પણ એક કૂતરો હતો. બેઉં કૂતરા આમને-સામને આવી ગયા અને એકબીજાને જોઈ વર્ષો જૂનું વેર હોય એમ ઘુરકવા લાગ્યા. ભસવા લાગ્યા હતા અને અંતે એક કૂતરાએ બીજા કૂતરાને બચકું ભરી લીધું હતું. આ જોઈ પુરુષ અને મહિલા પણ સામ સામે ઝઘડો કરવા લાગ્યા હતા.
અમદાવાદમાં ગુજરાતીઓ છે. અન્ય રાજ્યના પણ મોટી સંખ્યામાં હોય તો હિન્દી ભાષામાં વાતચીત થાય પણ વાતચીત અંગ્રેજીમાં થવા લાગી હતી. પુરુષ મહિલાને અને મહિલા પુરુષને અંગ્રેજીમાં પોતાના ગુસ્સાનો પરચો આપી રહ્યા હતા. આનંદ લેવા માટે ભીડનું પણ સર્જન થઈ ગયું હતું અને તેમણે પણ કૂતરામાંથી મનુષ્યમાં પાંગરેલા આ યુદ્ધની મજા માણી હતી.
આક્ષેપ અને પ્રતિઆક્ષેપની આ વણથંભી ઘટના અંતે પોલીસ સ્ટેશનના દ્વારે પહોંચી હતી. જોકે આ બંને કંઈ પોલીસ સ્ટેશને નહોતા ગયા, તેઓએ પીઆઈ જે.પી.જાડેજા સાહેબને ફોન કર્યો હતો અને જાડેજા સાહેબે તેમને એક કલાક સુધી વારા ફરતી સમજાવ્યા હતા અને સમાધાન કર્યું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત