Team Chabuk-Political Desk: ગુજરાતમાં ગઈકાલે 25 લોકસભા બેઠકો માટે મતદાન હાથ ધરાયું હતું. જો કે, મતદાન દરમિયાન દાહોદ લોકસભા મત વિસ્તારમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો સામે આવતા ચૂંટણી પંચ પણ દોડતું થઈ ગયું છે. આ મામલે ચૂંટણી પંચે પણ બુથ કેપ્ચરિંગનો સ્વીકાર કર્યો છે અને બે લોકોની આ મામલે ધરપકડ કરી છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી. પટેલે આજે ગાંધીનગરમાં જણાવ્યું કે, દાહોદ મતદાન કેન્દ્ર પર વાયરલ થયેલા વીડિયોમાં બૂથ કેમ્પરિંગ થયું છે. નોંધનીય છે કે દાહોદ લોકસભા વિસ્તારના મહીસાગર જિલ્લાના રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ થયું હતું.
રાજ્ય ચૂંટણી પંચે આ અંગે કહ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ રાત્રે વોટ્સએપ દ્વારા ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે આજે સ્કૂટિંગનો દિવસ છે. ત્યાં ચર્ચા થશે અને ત્યારબાદ ફેર મતદાન અંગે નિર્ણય કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે આ અંગે પોલીસને ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વાયરલ વીડિયો અને બૂથ કેપ્ચરિંગની ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી. પટેલે કહ્યું કે, બૂથ પર હાજર ચૂંટણી અધિકારીની કામગીરી અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી અંગે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પાસે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ એ બૂથ પર ફેર મતદાન કરાવવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.
દાહોદ લોકસભા બેઠકમાં ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપ નેતાના દીકરાએ કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ બુથને કેપ્ચરીંગ કરી લીધું હતું. એટલું જ નહીં તેણે બુથને કેપ્ચરીંગ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી બતાવી હતી. આ દરમિયાન તેણે બુથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી. દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે કેટલાક લોકોની સાથે મળીને પરથમપુર ગામમાં બૂથને હાઈજેક કરી લીધું હતું. વિજય ભાભોર કેટલાક લોકોની સાથે મળીને મતદાન મથકમાં ઘૂસી ગયો હતો અને તેણે અધિકારીઓને ધમકાવ્યા હતા. વિજય ભાભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી. જેને લાખો લોકોએ જોઈ હતી.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં