Team Chabuk-Gujarat Desk: જામનગરના ખંભાળિયા હાઈ-વે (jamnagar-khambhaliya Highway) પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો છે. જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે મોરબીનો સતવારા પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા ખંભાળિયા ગયો હતો. ત્યાંથી પરત આવતા ખટિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો.
ખાણધર પરિવારમાં પુત્રની સગાઈનો પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો કારમાં સવાર થઈ ખંભાળિયા જવા નીકળ્યા હતા. જ્યાં સગાઈની વિધિ પૂર્ણ કર્યા બાદ જામનગર તરફ આવતા ખટિયા ગામના પાટિયા પાસે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે આજે જે યુવકની સગાઈ હતી તે ચેતન ખાણધર તેમના બહેન મનીષાબહેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત મળી કુલ ચાર લોકોના કરૂણ મોત થયા છે. સગાઈ બાદ જ યુવકનું મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
અકસ્માતના કારણે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યૂલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાંથી લોકોને બહાર કાઢીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કારમાંથી લોકોને બહાર કાઢવા માટે જેસીબીની પણ મદદ લેવી પડી હતી.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ