Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ રણજી ટ્રોફી સીઝન 2021-22ની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન બે ચરણમાં થશે. પ્રથમ ચરણ ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા અને બીજા ચરણનું આઈપીએલ બાદ આયોજન કરવામાં આવશે. પ્રથમ ચરણ દરમિયાન 10 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મેચ રમાશે. એ પછી બીજું ચરણ 30 મેથી 26 જૂન સુધીનું હશે. બીસીસીઆઈના સચિવ જય શાહે ગુરૂવારના રોજ એક પત્ર લખી તેની સૂચના રાજ્ય સંઘોને આપી હતી.
રણજી ટ્રોફીની આ સીઝનમાં 62 દિવસમાં કુલ 64 મેચ રમાશે. 2019-20 સીઝન બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન અત્યાર સુધી નથી થઈ શક્યું. 2020-21 સીઝન કોરોના વાઈરસના કારણે નહોતી થઈ શકી. આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન 13મી જાન્યુઆરીથી થવાનું હતું, પણ બંગાળની ટીમના બાયો બબલમાં કેટલાય ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ગયા. એ પછી બોર્ડે ટૂર્નામેન્ટનું આયોજન હાલ પૂરતું માંડી વાળ્યું હતું. હવે ખેલાડીઓ માટે આનંદની વાત છે કે ફરી એક વખત રણજી મેચનું આયોજન થવાનું છે.
પ્રથમ ચરણમાં કુલ 57 મેચનું આયોજન છે. બીજા ચરણમાં કુલ સાત નોકઆઉટ મેચ થશે. જેમાં ચાર ક્વાર્ટરફાઈનલ, બે સેમીફાઈનલ અને ફાઈનલનો સમાવેશ થાય છે. એલીટ ગ્રુપના મેચ રાજકોટ, કટક, ચૈન્નઈ, અમદાવાદ, ત્રિવેંદ્રમ, દિલ્હી, હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે. પ્લેટ ગ્રુપના મેચનું આયોજન કોલકત્તામાં થશે.
એલીટ ગ્રુપના આઠ અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં ચાર ચાર ટીમ હશે. તો પ્લેટ ગ્રુપમાં છ ટીમ હશે. એલીટ ગ્રુપમાંથી એક એક ટીમ ક્વાર્ટરફાઈનલમાં જશે. પ્લેટ ગ્રુપના તમામ મેચ કોલકાતામાં રમાશે. જેમાં બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની ટીમ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગ્રુપ-એમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ અને મેઘાલય છે. આ તમામ ટીમો રાજકોટના મેદાનમાં રમશે. જ્યારે ગ્રુપ-ડીમાં સૌરાષ્ટ્ર, મુંબઈ, ઓડિશા અને ગોવા અમદાવાદના સ્ટેડિયમમાં રમશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત