Homeગુર્જર નગરીઊનાઃ ખાણની શાળાના આચાર્ય બાબુ પરમાર પર દુષ્કર્મનો આરોપ

ઊનાઃ ખાણની શાળાના આચાર્ય બાબુ પરમાર પર દુષ્કર્મનો આરોપ

અબ્દુલ પઠાણઃ ગીર સોમનાથના ઊનામાં એક લંપટ શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ લંપટ શિક્ષકનું નામ છે બાબુ પરમાર. બાબુ પરમાર પોતે ઊનાના ખાણ ગામની એક શાળાનો આચાર્ય છે અને પોતે ટ્યૂશન ક્લાસીસ પણ ચલાવે છે. એટલું જ નહીં આરોપી આચાર્ય બાબુ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘનો પ્રમુખ પણ છે. આરોપ છે કે, ટ્યૂશન ક્લાસિસ માટે જ ઊનામાં રહેતી 20 વર્ષીય યુવતીએ એવું માનીને સંપર્ક કર્યો હતો કે, બાબુ સાહેબ તેને 10મા ધોરણની પરીક્ષા પાસ કરાવી દેશે. જો કે, આ ભોળી યુવતી બાબુ પરમારના નબળા વિચારો અંગે અવગત ન હતી.

પાસ કરવાની આપી હતી લાલચ

ઊનામાં દુષ્કર્મની ફરિયાદના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાનો આરોપ છે કે, લંપટ બાબુ પરમારે તેને ધોરણ 10ની પરીક્ષા પાસ કરાવી દેવાની લાલચ આપી હતી. આરોપીએ યુવતીને ત્યાં સુધી કહી દીધું હતું કે, તારે કોઈ ક્લાસીસની જરૂર નથી. મારા કોન્ટેક્ટ ઉપર સુધી છે.

તારે ટ્યૂશનમાં આવવાની જરૂર નથીઃ બાબુ

પીડિતાને ધોરણ 10ની પરીક્ષા આપવાની હોવાથી તેને ટ્યૂશન ક્લાસિસની જરૂર હતી. ચાર મહિના પહેલાં આ યુવતીએ બાબુ પરમારનો સંપર્ક કર્યો હતો. બાબુ પરમાર પોતે દેલવાડા રોડ પર ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે. યુવતીએ જ્યારે બાબુ પરમારનો સંપર્ક કર્યો હતો ત્યારે જ તેની નીયતમાં ખોટ આવી ગઈ હતી. યુવતીએ ક્લાસિસનું કહ્યું તો તેને બાબુ પરમારે એવું કહ્યું હતું કે તારે ટ્યૂશનમાં આવવાની જરૂર નથીં હું તને પાસ કરાવી દઈશ. આ સમયે બાબુ પરમાર અને યુવતી વચ્ચે શૈક્ષણિક વાતો માટે નંબરની આપ લે થઈ હતી.

યુવતીને મળવાના બહાના શોધતો આરોપી

બે મહિના પહેલાં આરોપી બાબુ પરમારે યુવતીને પોતાની શાળામાં IMP પ્રશ્નો ટીક કરાવવા માટે બોલાવી હતી. આ મુદ્દે પીડિતાએ ઉલ્લેખ કર્યો છે કે, શાળામાં કોઈ હાજર ન હોવાથી તે ઘરે પરત આવી ગઈ હતી. ગત 24 માર્ચે ફરી આરોપીએ યુવતી અને બાબુ પરમાર વચ્ચે આકસ્મિક મુલાકાત થઈ ગઈ હતી. આ દરમિયાન લંપટની યુવતી પર ફરી નજર બગડી હતી અને યુવતીને પોતાની જાળમાં ફસાવવા માટે ફરી નવું બહાનું ઘડી નાખ્યું હતું.

24 માર્ચે બનાવ્યું નવું બહાનું

24 તારીખે આરોપી બાબુ પરમારે યુવતીને કહ્યું હતું કે, કાલે બહારથી સાહેબ આવવાના છે હું તને ફોન કરું એટલે આવી જજે. બીજે દિવસે યુવતીના મોબાઈલમાં બાબુ પરમારના કેટલાય ફોન આવી ગયા હતા. યુવતીએ ફોન રિસીવ કરતાં બાબુ પરમારે તેને કહ્યું હતું કે તું તાત્કલિક દેલવાડા પહોંચી જા સાહેબ આવી ગયા છે.

ગેસ્ટહાઉસમાં લૂંટી લાજ

યુવતી દેલવાડા પહોંચી ત્યાં પહેલાંથી જ બાબુ પરમાર તેની રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ આરોપી યુવતીને દીવ રોડ પર આવેલાં શિવમ ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. યુવતીને ગેસ્ટહાઉસમાં લઈ જઈને આરોપીએ તેની લાજ લૂંટી લીધી હતી. એટલું જ નહીં આરોપી બાબુ પરમારે યુવતીને ધમકી પણ આપી હતી કે જો તું આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ. લંપટ પોતાની હવસ સંતોષીને ત્યાંથી જતો રહ્યો હતો. બીજી તરફ ભયભીત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

કડક કાર્યવાહીની માગ

હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ વાસનાંધ આચાર્ય બાબુ પરમાર પર ચારે તરફથી ફિટકાર વરસી રહી છે. પીડિતાના પરિવારે આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments