Homeગુર્જર નગરીહવેથી ગુજરાતના આ શહેરમાં પ્રવેશ મેળવવા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

હવેથી ગુજરાતના આ શહેરમાં પ્રવેશ મેળવવા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકાએ વધુ એક નિર્ણય લીધો છે. સુરત મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે સુરત શહેરમાં પ્રવેશ કરતી વખતે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. તેથી હવે સુરતમાં પ્રવેશતા લેતી વખતે કોરોના રિપોર્ટ બતાવવો પડશે અને જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તેઓને જ સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ આ અંગે પ્રેસનોટ જાહેર કરીને જાણકારી આપી છે.

સુરત મહાનગરપાલિકાની પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત શહેરમાં હાલ તીવ્ર ગતિએ વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા પ્રશાસન સતત પ્રયત્નશીલ છે. કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ એ પણ છે કે શહેરના અનેક વિસ્તારમાં લોકો માસ્ક વગર ફરે છે. શહેરના મહિધરપુરા અને હિરાબજાર વિસ્તારમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાતા જે તે વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે વિસ્તારના એન્ટ્રી પોઈન્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કોરોના વેક્સિન સેન્ટર મૂકવામાં આવશે. સુરત શહેર વિસ્તારમાં બહારગામથી મુસાફરી કરીને આવતા લોકો પાસે કોરોના રિપોર્ટ માંગવામાં આવશે, જો એમની પાસે કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ નહીં હોય તો રિપોર્ટ કઢાવી રિપોર્ટ નેગેટિવ હશે તો જ સુરત શહેર વિસ્તારમાં એન્ટ્રી આપવામાં આવશે.

મહિધરપુરા અને હિરાબજાર વિસ્તારમાં વધતા કેસને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા કડક કાયદાનું અમલીકરણ કરાવી રહી છે. સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરતાં લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેરમાં વધતાં કોરોના સંક્રમણ બાદ મહાનગરપાલિકાએ નેગેટિવ રિપોર્ટ હશે તેઓને જ સુરત શહેર વિસ્તારમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા સુરત મનપાએ જાહેર કર્યું હતું કે સુરત શહેરમાં બહાર ગામથી આવનાર લોકોએ ફરજિયાત સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડશે. જ્યારે હવે ફરજિયાત કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ આપાવાનો નિર્ણય લેવાયો છે. આમ સુરતનું વહીવટી તંત્ર સંક્રમણને રોકવા માટે કડક નિયમો બનાવી રહ્યું છે.

સુરતમાં સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા

સુરતમાં છેલ્લા બે દિવસથી દૈનિક 600થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેર કરતાં પણ વધુ કેસ સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરત સરકારી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં અલગ અલગ ટેસ્ટિંગ બુથ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. રસીકરણની પ્રક્રિયા પણ સુરત શહેરમાં ઝડપી બનાવવામાં આવી છે. ગઈકાલની જ વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ રસી સુરત શહેરમાં આપવામાં આવી હતી. ગઈકાલે સુરત શહેરમાં સૌથી વધુ 14556 લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ગઈકાલ નોંધાયેલા 609 કેસની સામે 422 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે એક જ દિવસમાં 4 લોકોના કોરોનાથી મોત થયા હતા.

સુરત શહેરમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ

તારીખનોંધાયેલા કેસ
26 માર્ચ609
25 માર્ચ628
24 માર્ચ582
23 માર્ચ577
22 માર્ચ483
21 માર્ચ510
20 માર્ચ484
19 માર્ચ450
18 માર્ચ395
17 માર્ચ353

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments