Homeગુર્જર નગરીહવસખોર આધેડઃ ગીરગઢડાના ખિલાવડમાં આધેડ અડધી રાત્રે યુવતીના ઘરમાં ઘૂસી ગયો

હવસખોર આધેડઃ ગીરગઢડાના ખિલાવડમાં આધેડ અડધી રાત્રે યુવતીના ઘરમાં ઘૂસી ગયો

રસિક ચાવડાઃ ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ગીરગઢડાના ખિલાવડ ગામે એક આધેડ વયના વ્યક્તિના કારણે એક 18 વર્ષની યુવતીનું જીવન ખરાબ થઈ ગયું છે. આરોપ છે કે, આ હવસખોર આધેડે દીકરીની એકલતાનો લાભ લઈને તેને પીંખી નાખી. યુવતીએ બૂમાબૂમ કરી મુકતા આરોપી નાસી ગયો હતો. જો કે, હવે આ હવસખોર આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે.

શું છે સમગ્ર મામલો ?
આરોપ છે કે, ખિલાવડ ગામમાં રહેતી ખુશ્બુ ( નામ બદલ્યું છે ) પોતાનો પરિવાર બહારગામ લગ્નપ્રસંગમાં ગયો હોવાથી ઘરે એકલી હતી. જેની જાણ આ નરાધમને હતી. આખો દિવસ પુરો થયા બાદ દીકરીએ સાંજનું કામ પણ પતાવી લીધું અને જમીને સુઈ ગઈ. જો કે, અડધીરાત્રે આ હવસખોર તેના ઘરમાં ઘૂસ્યો અને ખુશ્બુ કંઈ સમજે તે પહેલાં તેની સાથે બળજબરી કરવા લાગ્યો. એટલું જ નહીં ખુશબુએ જ્યારે બૂમ પાડવાની કોશિશ કરી તો આ આધેડે તેના મોઢામાં ડૂમો દઈ દીધો અને ખુશ્બુ પર હાવી થઈ ગયો. દીકરીને પીંખી નાખી. જો કે, ખુશ્બુએ હિંમત કરી અને જેમ-તેમ મોઢામાંથી ડૂમો કાઢ્યો અને જોરથી બૂમો પાડવા લાગી. ખુશ્બુની ચીસો સાંભળીને નજીકમાં રહેતા તેના કાકા આવી ગયા. કાકાએ નરાધમનો પીછો કર્યો પરંતુ આધેડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાની જાણ પહેલાં ખુશ્બુએ પોતાના કાકા-કાકીને કરી હતી. આ ઉપરાંત તેના પરિવારને પણ ટેલિફોનિક જાણ કરતાં તેઓ તાત્કાલિક ખિલાવડ આવી ગયા હતા. બીજી તરફ નરાધમ વિરૂદ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપ્યો

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપી માનસિંગ નાથુ મકવાણા ઉર્ફે હાસમને ઝડપી લીધો છે. પોલીસે તેને ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.

કડક કાર્યવાહીની માગણી

હાલ યુવતીની મેડિકલ તપાસ સાથે-સાથે આરોપી વિરૂદ્ધ  પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ આરોપી વિરૂદ્ધ કડકમાં કડક સજા કરવા માગણી કરી છે. કારણ કે, નાના એવા ખિલાવડ ગામમાં કોઈ નરાધમ આવી રીતે કોઈના ઘરમાં ઘૂસવાની હિંમત કરે એ સાંખી ન લેવાય. મોટા ભાગે ગામડાઓમાં પરિવાર ખેતરે ગયો હોય છે અને ઘરે કેટલીક વાર દીકરીઓને એકલું પણ રહેવું પડતું હોય છે. તેવામાં આ નરાધમને કડકમાં કડક સજા કરી બીજા ગુનેગારો માટે ઉદાહરણ પુરું પાડવું જોઈએ જેથી કરીને કોઈ બીજી ખુશ્બુ આવા નરાધમનો ભોગ ન બને.

છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લો ક્રાઈ ડિસ્ટ્રીક્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ ઊના અને ગીરગઢડા ક્રાઈમના એપીસેન્ટર બન્યા છે. દારૂની હેરાફેરી ઉપરાંત અસામાજિકોનો આતંક પણ વધ્યો છે. જેની સામે પોલીસ લાલઆંખ કરે તેવી પણ માગણી ઉઠી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments