Homeગામનાં ચોરેકિશોરીનું અફેર સામે આવતા પરિવારજનોએ હત્યા કરી નાખી અને પછી પોલીસ સ્ટેશને...

કિશોરીનું અફેર સામે આવતા પરિવારજનોએ હત્યા કરી નાખી અને પછી પોલીસ સ્ટેશને જઈ કહ્યું, ‘ગાયબ છે.’

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 17 વર્ષીય કિશોરીની હત્યાના આરોપમાં માતા પિતા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરિવારજનોની પરવાનગી વગર બીજી જાતિના એક યુવક સાથે કથિત પ્રેમ સંબંધ રાખવા માટે તેની કરણપીણ હત્યા નિપજાવી દેવામાં આવી છે. છોકરીને છોકરાનો નંબર ડિલીટ કરી દેવાનું કહ્યું હતું, તેણે આવું ન કરતા તેનું ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર છોકરીના પિતા તરફથી 17 માર્ચના રોજ તેના ગાયબ હોવાની રિપોર્ટ લખાવવામાં આવી હતી. સાથે જ છોકરીનું અપહરણ કર્યું હોવાની શંકા પણ જતાવી હતી. એ પછી પોલીસે જણાવ્યું કે 18મી માર્ચના રોજ કિશોરીનો મૃતદેહ કૂવામાં તરતો મળ્યો હતો.

આ કૂવો છોકરીના ઘરથી થોડે દૂર જ આવેલો છે. છોકરીનો પરિવાર સંવાદ પોલીસ સ્ટેશન હેઠળ આવનારા ખંગવાડા ગામમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાફ સાફ લખેલું છે કે છોકરીનું મૃત્યુ કૂવામાં ડૂબવાથી નથી થયું. છોકરીની ગરદન દબાવવાના નિશાન હાથ લાગ્યા છે.

પોલીસ સબ ડિવિઝનલ ઓફિસર માનસિંહ ઠાકુરે જણાવ્યું કે છોકરીના પરિવારજનોના નિવેદનોમાં જમીન આકાશનો તફાવત દેખાતો હતો. જ્યારે કડક શબ્દોમાં તેમની પૂછપરછ કરવામાં આવી તો તેમણે ક્ષણવારમાં વટાણા વેરી દીધા હતા. છોકરીની હત્યા કરી છે એ અપરાધ કબૂલ કરી લીધો. સાથે જ કહ્યું કે, તેમની પરવાનગી વિના કોઈ બીજા છોકરા સાથે દીકરીનું અફેર હોવાનું પસંદ નહોતું. છોકરીની હત્યામાં માતા, પિતા, બે ભાઈ અને તેના નજીકના સંબંધીઓ સામેલ છે.

પોલીસે જણાવ્યું કે 16 માર્ચના રોજ આરોપીઓએ છોકરીને છોકરાના નંબર તેના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી દેવાનું કહ્યું હતું. જ્યારે છોકરીએ ના પાડી તો પરિવારજનોએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. થોડી કલાક સુધી લાશને ઘરમાં જ રાખી હતી. અંધારું થતા લાશને ઘરથી દૂર સ્થિત કૂવામાં નાખી આવ્યા હતા. એ પછીના દિવસે છોકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જઈ રિપોર્ટ દાખલ કરાવી હતી. હાલ છોકરીના બોયફ્રેન્ડનું નિવેદન લેવામાં આવ્યું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments