Team Chabuk-Gujarat Desk: ફિલ્મી દુનિયા જેટલી બહારથી સારી લાગે એટલી અંદર નથી હોતી. જેની સાબિતી આપે છે અવારનવાર સામે આવતી કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ. અનેક અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચની ફરિયાદ કરી ચૂકી છે. વધુ એક મામલો સામે આવ્યો છે ગુજરાતના વડોદરામાંથી. સિરિયલમાં કામ અપાવવાનું કહીને વડોદરાના ડાયરેક્ટરે દિલ્હીની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી ડાયરેક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં નોંધાયેલી આ ફરિયાદ કુરિયર મારફતે વડોદરા આવી છે.
ફરિયાદમાં ડાયરેક્ટરે સિરિયલમાં રોલ અપાવવાના બહાને યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો પણ બનાવ્યા અને બાદમાં વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે. દિલ્હીની યુવતીએ ફરિયાદ કરી છે કે, ગત જાન્યુઆરી-2020માં વડોદરાના ડાયરેક્ટર રાજ મિશ્રાએ સોશિયલ મીડિયા પરથી મારો સંપર્ક કર્યો હતો. અમે બન્ને ત્યારબાદ સંપર્કમાં આવ્યા હતા. ડાયરેક્ટરે મને વડોદરા આવવા માટેની ઓફર કરી હતી. પોર્ટફોલિયો બનાવવા માટે મેં તેમની પાસે 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં ડાયરેક્ટરે મને વડોદરાના દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતી. હોટલમાં તેમણે મારી પાસે બીજા 52 હજાર રૂપિયા માગ્યા હતા, જેમાંથી મેં 25 હજાર રૂપિયા રાજ મિશ્રાને આપ્યા હતા.
યુવતીએ જણાવ્યું છે કે, રાજ મિશ્રાએ તેને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં યુવતીએ ફોટો પણ પડાવ્યા હતા. ત્યારબાદ તેમણે મારી સાથે જબરજસ્તીથી શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ડાયરેક્ટર મને ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાની ફરિયાદ યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ તેનો પીછો ન છોડ્યો અને વારંવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરીને મારી પાસેથી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો નગ્ન ફોટા વાઇરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.
દિલ્હીમાં નોંધાયેલો આ કેસ હાલ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આરોપી રાજ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. રાજ મિશ્રા યુવતીઓના નામે ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકોને ફસાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે આરોપી રાજ મિશ્રાને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત