Homeસિનેમાવાદઈસી કા નામ જિંદગીઃ અભિનેતા આમિર ખાન અને પત્ની કિરણ રાવે છૂટા...

ઈસી કા નામ જિંદગીઃ અભિનેતા આમિર ખાન અને પત્ની કિરણ રાવે છૂટા થવાનો લીધો નિર્ણય

Team Chabuk-Entertainment Desk: બોલિવુડના મિસ્ટર પરફેક્ટ ગણાતા આમિર ખાન 15 વર્ષના લગ્નજીવન બાદ પત્ની કિરણ રાવથી અલગ થશે. આમિર ખાન અને કિરણ રાવે પોતાના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય લઈ લીધો છે. આમિર ખાને અને કિરણ રાવે એક સંયુક્ત નિવેદન આપીને પોતાના સંબંધોને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. બન્નેએ જાહેરાત કરી છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. હવે તેઓ આગામી સમયમાં પતિ-પત્નીની જગ્યાએ અલગ-અલગ રહેશે. આમિર ખાન અને કિરણ રાવે કરેલી આ જાહેરાતથી ફેન્સનો મોટો આંચકો લાગ્યો છે.

આમિર ખાન અને કિરણ રાવે પોતાના નિવેદનમાં લખ્યું કે, આ ખૂબસૂરત 15 વર્ષોમાં અમે એક સાથે જીવનનો આનંદ માણ્યો, આનંદ અને ખુશીને વહેંચી છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. પતિ-પત્નીના રૂપમાં નહીં, પરંતુ સહ માતા-પિતા અને પરિવારના રૂપમાં. અમે થોડા સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ દેવામાં થોડો ખચવાટ અનુભવી રહ્યા છીએ.

બન્નેએ આગળ લખ્યું કે, અમે બન્ને અલગ-અલગ રહેવા ઉપરાંત અમારા જીવનને એક પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદને સમર્પિત માતા-પિતા છીએ. જેનો ઉછેર અમે બન્ને સાથે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટમાં પણ સહયોગી બનીને કામ કરવાનું ચાલુ રાખીશું. જેની અમે દિલથી ચિંતા કરીએ છીએ.

અમારા આ સંબંધમાં સતત સમર્થન અને સમજ આપવા માટે પરિવાર અને મિત્રોનો ખૂબ-ખૂબ આભાર, જેના વિના અમે આ પગલું લેવામાં સુરક્ષિત અનુભવ ન કરી શકત. અમે અમારા હિતેચ્છુઓ તરફથી શુભકામના અને આશીર્વાદની આશા રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારી માફક તમે આ તલાકને અંતની જેમ નહીં પરંતુ એક નવી સફરની શરૂઆતના રૂપમાં જોઈશો. ધન્યવાદ અને પ્રેમ, કિરણ અને આમિર.

મહત્વનું છે કે આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત ફિલ્મ લગાનના સેટ પર થઈ હતી. બન્નેને પ્રેમ થયો અને 28 ડિસેમ્બર 2005ના રોજ બન્નેએ લગ્ન કરી લીધા. સરોગસીની મદદથી બન્નેએ પુત્ર આઝાદને જન્મ આપ્યો હતો. 15 વર્ષના લગ્નજીવનમાં આમિર ખાન અને કિરણ રાવે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. ઘણી પરિસ્થિતિઓને સાથે મળીને સામનો પણ કર્યો છે. કિરણ રાવ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. રીના દત્તા અને આમિર ખાનને એક પુત્ર જુનૈદ અને પુત્રી ઈરા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments