Homeગુર્જર નગરીરાજકોટ: રવિ ટેકનોફોર્જનું સરાહનીય કાર્ય,રક્તદાન મહાદાનને સાર્થક કર્યું

રાજકોટ: રવિ ટેકનોફોર્જનું સરાહનીય કાર્ય,રક્તદાન મહાદાનને સાર્થક કર્યું

જયેશ મુછડિયા: રાજકોટની શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તા. ૨૯/૯/૨૪ના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમય ૯થી ૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ હતો.

આ કેમ્પમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ સેન્ટર, રાજકોટની સંસ્થાઓએ ભાગ લીધો હતો. રવિ ટેકનોફોર્જના માલિક અમૃતલાલ ભદારિયાએ એમની કંપનીના કર્મચારીઓને આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા જણાવ્યું હતું. રવિ ટેકનોફોર્જ કંપનીમાં કામ કરતા અંદાજે ૩૦ વ્યક્તિઓએ પણ આ કેમ્પમાં ભાગ લઈ રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. સાથે જ તમામ લોકોએ અપીલ કરી હતી કે યુવાનોએ પણ રક્તદાન કરવું જોઈએ.

મહત્વનું છે કે, રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ અકસ્માત, ડિલિવરી જેવા કેસ આવતા હોય છે. જેમાં દર્દીને તાત્કાલિક રક્તની જરુર પડતી હોય છે.

Rajkot RTL

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments